બધા તને નીચો પાડવા ભલેને એ વિત્યા રહે
અરે યુવાન
ગીતા તણા વિચારોમાં હંમેશા મસ્ત રહે
શ્રી કૃષ્ણનું કામ તું કરતો રહે
આજ ફરી આવ્યો છું ગીતા તણુ જ્ઞાન એ વિચાર લઈ , આ સમયે છે વિષયો તણો વિચાર...
ध्यायतो विषयान्पुंस: सङ्गस्तेषूपजायते ।
सङ्गात्सञ्जायते काम: कामात्क्रोधोऽभिजायते ||
અર્થાત :-
"વિષયોનું ચિંતન કરનાર વ્યક્તિને તે વિષયોમાં આસક્તિ જન્મે છે, આસક્તિથી વિષયોની કામના ઉત્પન્ન થાય છે અને કામના
માં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે. "
⏩ આ વાત શ્રી કૃષ્ણ ભગવાને 2 અધ્યાયના 62 માં શ્લોક દ્વારા અર્જુનને સમજાવી રહ્યા છે, તમે આ શ્લોકનો અર્થ સમજી ગયા હોવ તો 62 થી 64 સુધીના શ્લોક વાંચી એનો અર્થ સમજી જાઓ તો જીવનમાં સુખ જ છે
➡ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે કે વિષયોનું ચિંતન.... અરે..હા !!! આ વિષય મતલબ school માં ભણતા ત્યારે આવતા અલગ અલગ વિષયો- Maths , ગુજરાતી , हिन्दी , English , એ બધા વિષયો નહીં પરંતુ વિષય મતલબ આપણે જેમાં હંમેશા ડૂબેલા રહેતા હોઇએ જેમકે - કામ, ક્રોધ, લોભ, મોહ , સંબંધ, લાલચ, દ્વેષ, ઈર્ષ્યા અને હાલમાં યુવાઓ માં જાણીતો એવો પ્રેમ (Love) વગેરે... એ બધા એક પ્રકારના જીવનના અમુક વિષયો જ છે. આ વિષયોમાં આસક્તિ એટલે કે મોહ રાખીએ તો એ વિષયો પ્રત્યે કામના વધારે ઉત્પન્ન થાય છે અને જે વિષય પર મોહ થયો હોય એને વધુ પ્રાપ્ત કરવાનો મોહ થઈ જાય છે એમાં કોઈ વિઘ્ન આવે તો ક્રોધ આવી જાય છે. આના એક બે ઉદાહરણ આપણી જીંદગી મા જે થાય છે એ જોઇએ
exmple ;:
☞ 1) અત્યારના Teen agers ની વાત કરીએ , એમના માટે હાલ જે વધુ વપરાશ થઈ રહ્યો છે એ Smart Phone એક
વિષય તરીકે લઈ શકાય કેમકે હાલમાં Teen agers માં Smart Phone એક પ્રકારનું દુષણ બની ગયું છે . જો એમના પાસેથી એક દિવસ પણ Smart phone લઈ લેવામાં આવે તો એ જાણે સાવ એકલા પડી ગયા હોય એવું વિસામણું મોં થઈ જાય છે કેમકે તેમના દિવસ દરમિયાન 5 minitue એવી નહીં હોય કે તેઓ Phone ને જોયા વગર રહ્યા હોય, એમને Mobile પ્રત્યે આસક્તિ થઈ જાય છે અને ના મળે તો
દુઃખી થઈ જાય છે કાંતો ગુસ્સો કરવા માંડે છે, પણ અત્યારના Teen agers ને શું કહેવું !!! તેઓ શું કરવાના !!?
☞ 2) બીજું આ ઉદાહરણ પણ યુવાઓને લગતું જ છે જે "પ્રેમ " વિષય પર છે . જોકે આ પ્રેમ શબ્દ પરથી જ તમે લોકો સમજી ગયા હશો કે હું શું જણાવવા માંગુ છું .
પ્રેમ..અરે Sorry પ્રેમની જગ્યાએ Love કહીશ તો તમને અને મને પણ સરળતા રહેશે
આ Love એક એવો વિષય છે જેમાં આજનો યુવાન ખુબજ રચ્યો પચ્યો રહેતો હોય છે. તેમાં ખુબજ આસક્તિ ધરાવતો હોય છે. આ આસક્તિ ના કારણે અમુક સમય જેવા કે ઝઘડા, અણસમજ કે Breakup જેવું કંઈ સર્જાય ત્યારે તેમાં ક્રોધિત થવાનું વધારે થાય છે. Love વિશે તો તમે લોકો જાણો જ છો એ વિષય પર ઊંડાણમાં ચર્ચા કરવાનો કોઈ મતલબ નહીં , એટલે કે Love વિષય પર પણ વધારે ચિંતન કે એ બાબતે ચર્ચા-વિચારણામાં રહેવું જોઈએ નહીં.
➡ આ બે વિષયો જે હાલમાં ચર્ચાસ્પદ છે એમના ઉદાહરણ આપ્યા આવા ઘણાં વિષયો પર આપણે અનુભવી ચુક્યા જ હોઇશું . ઘરથી માંડી સમગ્ર વિશ્વમાં આ પ્રકારનું વર્તન જોવા મળે છે એટલે શ્રી કૃષ્ણ ભગવાનના કહ્યા મુજબ "વિષયો"નું ચિંતન વધુ પડતું ન કરવું જોઈએ , જરુર છે ત્યાં ચિંતન કરો એ યોગ્ય છે પણ એ વિષયમાં પૂરેપૂરા પરોવાઈ જવાથી આપણને જ કંઈક Problems ઊભા થાય છે .
☞ છેલ્લે એક નાનું એવું ઉદાહરણ નાનકડા જીવજંતુ એવી કીડી વિશે જણાવું, કીડી એક નાનો ખાંડનો દાણો (કીડીઓ માટે આ
વિષય ગણાય) પડ્યો હોય એની ખબર પડે એજ ખબર બીજી કોઈ કીડીને પડે, બંને એ દાણા પર હક જમાવવા એકબીજા સાથે ખેંચાતાણી કરવા લાગી જાય છે અંતે કોઈ એક જ હક જમાવી શકે છે. આ જીવજંતુઓમાં વિચારશક્તિ નથી એટલે આસક્તિ જેવું કંઈ હોતું નથી પણ આપણે "મનુષ્ય એક વિચારશીલ પ્રાણી છે" જો આપણે જ આસક્તિ કરીએ તો ઘણો વિનાશ સર્જાઈ શકે છે માટે કોઈ વિષય પર ઊંડાણમાં ચિંતન કરવું જરૂરી નથી.
⏩ સુખમય શાંતિપૂર્ણ જીવન માટે વિષયો પર ચિંતન કરવાને બદલે ભગવાનને યાદ કરો એમનું કાર્ય કરતા રહો જીવન સુખથી ભરપુર રહેશે.
☞✔ "પૈસા એટલે જ સુખ એવું માનવાવાળાને હું આજે કહીં રહ્યો છું કે પૈસા કરતાં શાંતિપૂર્ણ બધા વિષયોથી મુક્ત રહીં ચિંતન કર્યા વગરનું આનંદમય જીવન એ સાચું સુખ છે..."
- "sk ( સંકેત વ્યાસ )"
।। श्री कृष्ण शरणम् मम ।।
Sanket vyas Sk