✔ કેટકેટલીય સુખ-સાહ્યબી ભોગવીએ તો પણ બાળપણ જેવું સુખ આપણને ક્યાંયથી નથી મળતું . એવા આપણા બાળપણના સમયને યાદ કરીએ તો સુખથી ખૂબજ આપણે છલકાઈ જઈએ છીએ અને બાળપણના સમયને આપણે વાગોળવા માંડીએ છીએ. એ સમય આપણને ખૂબજ આનંદ અપાવી જાય એવો હોય છે. એવો સમય પાછો લાવી પણ નથી શકતા
✔ આવીજ યાદોની રમઝટ મારી સાથે થઈ અને બાળપણનો સમય યાદ આવી ગયો અને આ શબ્દો મારા હોઠ પર રમવા લાગ્યા જે આપની સમક્ષ રજુ કરી રહ્યો છું જે નીચે મુજબ છે.......
✔ આવીજ યાદોની રમઝટ મારી સાથે થઈ અને બાળપણનો સમય યાદ આવી ગયો અને આ શબ્દો મારા હોઠ પર રમવા લાગ્યા જે આપની સમક્ષ રજુ કરી રહ્યો છું જે નીચે મુજબ છે.......
⏮⏸⏭
,,,✒
પપ્પા બોલતા ને દફતર ( bag) ખોલતો હું મારું અને
મારી મમ્મીના હાથે ખાતો ખાવાનું ,
નિશાળના કાળા પાટિયા (black board) પર ચિત્રો હું દોરતો
રમત રમાડતાં મારા શિક્ષકને હું ચિડવતો /ખીજવતો
સાથે આવતા મિત્રોને પણ હું ચિડવતો
ને કોઈવાર શિક્ષકના હાથે માર પણ ખાતો ,
તો પણ ભણીને એમના દ્વારા જ આગળ હું આગળ આવતો ,
અચાનક બધું બદલાઈ ગયું
એ રમતનું મેદાન પણ ખોવાઈ ગયું
મમ્મીના હાથનું ખાધેલું વિસરાઈ ગયું
પપ્પા જોડે ભણવા બેસતો એ પણ બદલાઈ ગયું
કાગળ ના ટુકડા જેને આપણે પૈસા કહીયે
પૈસા કમાવા દોડવું પડયું!!!
કાગળ કમાવાની લાહ્યમાં બધુંય મારે ભૂલવું પડ્યું...
થાય છે હવે આ કમાવાનું મુકી બધું
પાછો હું નાનો થઈ જાઉં
તો પણ હાલની જીંદગી જીવવા
કેવી રીતે એ બધું હું ભુલાવુ ....