Wikipedia

Search results

Sunday, 14 April 2019

Time નથીહોતો


     


               શું સાચ્ચે Time નથી હોતો !? આ લેખ શરૂ કરતાં પહેલાં, તમે વાંચો એ પહેલાં, તમે ખુદને જ સવાલ પૂછો કે "શુંદિવસભરના કામ દરમિયાન એમાં વચ્ચે શું ખરેખર બીજો Time હોતો નથી ? કદાચ જવાબ તમારી જોડેજ હશે, પરંતુ આ લેખ મારફતે મારા વિચારો "મેં ખુદને આ સવાલ પૂછ્યો એ સમયે - ખુદને પૂછ્યા પછી મને પણ જવાબ મળ્યો હતો" એ પરથી મને જે લાગ્યું કે હકીકતમાં આવું હોય છે એ તમને જણાવવા માંગું છું.
          Time નથી હોતો" 🤗. દુનિયામાં એક પણ વ્યક્તિ એવું નહીં હોય કે જે આ વાક્યનો ઉપયોગ કરતું ના હોય. આવું વાક્ય કોઈ બીજા માણસને કહેવામાં આવે તો એ બીજો માણસ (એ માણસ હોવો જોઇએ હો... 😂😂😂 ) પોતાની શાણપણથી જવાબ આપતા કહેતો હોય કે "ભાઈ Time તો કોઈ જોડે હોતો નથી પણ Time કાઢવો પડે." આ જવાબ સાંભળીને દરેક વ્યક્તિનો મગજનો પિત્તો 😈😠🤒 હલી જતો હોય છે કે "મારી જોડે 1 sec.  નો પણ Time નથી હોતો અને આ શંખ Time કાઢવાની વાત કરે છે. 😇😊 . સીધી વાત છે Time તો દરેક જોડે હોય છે પણ એ એમના Time ને Manage કઈ રીતે કરે છે એના પર આધારિત છે.
     "
               હવે વાત આવી છે Time Management ની તો આ Management કઈ રીતે કરવું એનો પણ વિચાર આવતો હશે કે હમણાં મારે આ કામ છે એના પછી ફલાણું ને એ પછી ઢેકણું વગેરે વગેરે કામ છે તો આ Manage કેમનું કરવું ને પાછા આવ્યા તમે Time Manageની વાત કરવા...  😂😂😇
               વાત જાહેર છે કે આ Manage કઈ રીતે કરવું એ આપણે નક્કી નથી કરી શકતા અને ક્યારેક Manage કરવાનો પ્રયત્ન પણ કરીએ તો પણ એ મુજબ એ કામ નથી કરી શકતા કે નથી થઈ શકતું પણ જો કોઈ નિયમ-બદ્ધ કે આયોજન-બદ્ધ હોય એને એનું કામ કઈ રીતે, ક્યારે, કેમ કરવું એના જવાબ હશે તો એ વ્યક્તિ એ બધું જ Manage કરી શકશે. હું આ "Time નથી હોતો" લખવા બેઠો છું
પણ હું ખુદ જ કોઈ કામ આયોજન રીતે કે કંઇક Manage કરીને નથી કરી શકતો કે Even આ લેખનું Tital છે એ જ મારે જવાબ આવી જાય છે. કેમકે આ દોડમ-દોડ વાળી Fast life માં કોઈ પણ વ્યક્તિ પોતાના કામ સરખા Manage નથી કરી શકતો. તો આ Manage કઈ રીતે કરવું એ અંગેની થોડીક વાત લેખના અંતે કરીએ
          આ "Time નથી હોતો" એ શબ્દ કઈ રીતે આપણા સૌના મોઢે આવી જતો હોય છે ?
          મારા માનવા પ્રમાણે તો હું એ જ કહીશ કે આપણને સામે વાળી વ્યક્તિને Time આપવો ના હોય કે જે કામ આપણને ગમતું ના હોય એ આવી ગયું હોય એ નકારી કાઢવા માટે કાતો આળસું હોઈએ તો એ જે પણ હોય એનાથી પીછો છોડાવવા કે એ કામ ના કરવા માટે આપણે આ વાક્ય "Time નથી હોતો" એનો સદ્ઉપયોગ 😂😊😊 કરતા હોઈએ છીએ.
          "Time નથી હોતો એ કાઢવો પડે છે." આ વાક્ય જ્યારે પણ હું સાંભળું છું ત્યારે મને પણ તમારા જેમજ એ જ સવાલ ઊભો થાય છે કે "આ સમય કાઢવાનો કઈ રીતે હોય છે ?!! એ શું એમજ નીકળી જતો હોય છે ?!! કોઈ દિવસ વિચાર્યું છે ?!! મેં પણ કોઈવાર આ માટે વિચાર્યું નથી પરંતુ આ એક વિચારીને અમલમાં મૂકવા લાયક વિષય છે જેના જવાબમાં બસ એજ પહેલા કહ્યું એમ Time-management  જ આવે છે.
          હવે આ જે લેખ છે એની સાથે સાથે એનો જવાબ "Time management" છે એ બધું એક-બે ઉદાહરણ દ્વારા સમજીએ. તોજ સચ્ચાઈ જે છે એ આપણને Realize થશે અને લેખના અંતે એ ઉદાહરણ દ્વારા મજા માણીએ અને થાય તો એવું કંઈક અમલમાં પણ મૂકીએ કે જેનાથી આ  "Time નથી હોતો" એ વાક્યનો સદ્ઉપયોગ કરવાની જરૂરિયાત જ ઊભી ના થાય
              વિચાર કરતો હતો કે એવું કોઈ special ઉદાહરણ લખું કે  જેનાથી બધાને આ લખ્યું છે એ હકીકતમાં feel થાય, ઘણા બધા ઉદાહરણો વિચાર્યા એના પછી એજ તારણ નીકાળી શક્યો કે આ બધું તો બધાને feel થતું જ હોય છે તો કોઈ special ઉદાહરણના બદલે કોઈ common ઉદાહરણ જ રજું કરી દઉ પછી તમે પણ વિચારી જોજો કે આવું feel તમને ક્યારે ક્યારે અને ક્યાં ક્યાં થયેલું છે.

Example.

1).          એક વ્યક્તિ officeમાં પોતાના કામમાં એટલો મસ્ત છે કે એ કામ પણ કરીરહ્યો છે અને થોડીક-થોડીક વારે આજુ-બાજુ જોઈ ગીતો પણ ગુનગુનાવી રહ્યો છે. એ વ્યક્તિને એનો Boss જુએ જ છે કે ગીતો પણ ગાય છે કામ પણ થાય છે તો લાવને એના જોડે જ ચા મંગાવીને પીવું /કાતો મારૂં થોડુંક કામ કરાવું. Boss એનેબોલાવે  છે અને એનું કામ એ વ્યક્તિના કામના સાથે જ થઈ શકે એવું કામ સોંપે છે પણ એ સમયે જ એ વ્યક્તિ એના Boss ને કહે છે કે sir આટલું બધું કામ છે મારે તો આ કામ માટે  "મારી પાસે Time નથી" એમ કહીને એ bossનું કામ નકારી કાઢે છે .

૨).          આગળ આપેલા ઉદાહરણમાં જ તમે વિચારી જુઓ કે એ વ્યક્તિ પોતાના કામની સાથે થોડીક વાર ગીતો ગાવાનું બંધ કરી શું Time manage કરીને એ bossનું કામ ના કરી શકે !?

               ઉદાહરણ મુજબ તમે વિચાર્યુ હશે કે આ Bossનું કામ છે તો નથી કરવું કે એના માટે આપવામાં આવતા pay-scale માં વધારો કરે તો એ કામ કરે આ રીતે એ વ્યક્તિ પણ વિચારી શકે પણ તમે ઉપરના બંન્ને ઉદાહરણ માં જોયું ને કે
૧).      એ કામ વ્યક્તિને ગમતું નથી કાતો એ કામ એ કરવા માંગતો નથી
૨).      એ કામમાં જો time manage કરી ગીતોના બદલે bossનું કામ પણ કર્યુ હોત કાંતો pay-scaleની વધારે કરવાની વાત કરી એ કામ ગમાડીને કર્યુ હોત તો એ "Time જ નથી" વાક્ય ઉચ્ચારવું જ ના પડ્યું હોત.
If we manag our time
We got this

   
           દોસ્તો જાહેર વાત છે કે અત્યારની પરિસ્થિતિમાં જીવન જીવવા માટે વ્યક્તિ એક સાથે બીજા કામ નથી કરી શકતો અને સાચી વાત છે કે આ "Time નથી હોતો" એ શબ્દ આપણે રોજીંદી જીંદગીમાંથી ક્યારેય દૂર નહીં કરી શકવાના.
              તો અંતે હજુ પણ લખવું છે પણ એ લખવા માટે મારી પાસે પણ "Time જ નથી" એજ શબ્દપ્રયોગ કરીને તમારી માફી માંગીને લેખનો અંત કરું છું. થાય તો હું પણ Try કરીશ કે આ શબ્દપ્રયોગનો ઓછા માં ઓછો પ્રયોગ કરીશ.

            Thanx for reading it & try to decrease this sentence "I don't have any time" from your life
                          - Sanket K Vyas
 
        - "(sanket Vyas Sk)
                              

Thursday, 28 February 2019

જો નવજાત શિશુ સમજણ સાથે બોલી શકતું હોત તો !!!?

.

   
          તમે લોકો કેમ આવું કરો છો ? જો આમ કર્યુ હોત તો ? સાલું આમ કેમ થાય છે, આ આવું કેમ છે અને પેલું એમ શું કામ છે? ઘણા સમયથી જોઉ છું આ બધું પણ કોઈ સમજવા તૈયાર જ નથી થાતું !!!...
       
          આવા રોજીંદા હજારો સવાલો રોજ-બરોજની જીંદગીમાં આપણને બધાને થતા હોય છે. 😊 હવે જરાક
અલગ રીતે વિચારીએ કે આવા સવાલો જો નાનું બાળક કરતું હોત તો ? 😇😊😊. 
          તમને હસુ આવશે કે નાના બાળકને સમજણ ના હોય અને પાછી બે વર્ષ સુધી એની વાચા પણ હોતી નથી જો વાચા આવી પણ જાય તો પણ સરખું બોલી શકતા હોતા નથી. હવે કંઇક TWIST🤘 કરીને વિચારીએ કે બાળક જન્મ સાથે જ સમજણ તેમજ વાચા લઈને જન્મેલું હોય. આમ તો આપણા લેખો મુજબ મહાભારત માં નાઅર્જૂનના પુત્ર અભિમન્યુને ગર્ભમાં જ સમજણ આવી ચૂકી હતી પરંતુ એ સમજણ એને યુવાની માંજ કામમાં આવી.
          આવી નાના નાના બાળકો વાળી વાતો 😂🤔 Video Game જેવી લાગે છે ને  ???.😀😀
          હવે Main Point પર આવીએ કે નાનું બાળક જન્મ સાથે જ સમજણયુકત વાચા લઈને જન્મે, ભલે 2-5 વર્ષ ચાલી શકે નહી પણ સમજણ વાળી વાચા હોય. જો એવું થાય તો બાળક જન્મ સાથે જ મમ્મી -મમ્મી કરવા માંડે...આવુ
વિચારતા જ કેવું હસું આવે એવું લાગે છે... હે ને !!! આપણા જેવા પુખ્ત વયના યુવાનોની જેમ એ પણ આનાકાની કે હા-ના એવું બધું કરે જતા હોય કાતો એ નાનપણથી જ સારું સારું સમજાવે જતા હોય, ભલે
અભિમન્યુની જેમ સાત કોઠાની સમજ ના આવે પરંતુ સાત-સાત જનમ સાથ નિભાવવાના વાયદાઓ કરતા હોય.☺☺😇
     એક સમય પર સ્વામી તુલસીદાસ પણ જન્મ સાથે બોલતા થઈ ગયા હતા પણ એ ફક્ત "રામ" આ શબ્દ જ ઉચ્ચારતા હતા એટલે લોકો એમને "રામબોલી" કહીને ચિડાવતા હતા.  😊 તો ચલો હવે નાના બાળકોની વાતો એમના જન્મ સાથે કેવી હશે એના પર વિચાર કરીને થોડાક Fresh થઈએ.😂😂😂
           જો સાચ્ચે એવું હોત તો એ બાળક એના પૂર્વજન્મ વિશે જ બોલતો હોત એ વાત આપણે નકારી ના શકીએ કારણ કે તાજુ જન્મેલું બાળક એના પૂર્વજન્મ સિવાય કંઈ જાણતો ન હોય.🤔 આ તો સાલી ટ્રેને પાટો બદલી દીધો એવું થયું ને, લેખમાં વાત કરી છે જન્મ સાથે સમજણયુક્ત વાચાની અને વાત આવી ગઈ પૂર્વજન્મની આ કંઈ થોડી મેળ ખાય !!! 🙄. હું સહમત છું કે એ બાળકના વિચારો પૂર્વજન્મ સંગત જ હોઈ શકે પણ પાટો બદલવો નથી આપણે આપણા Track પર જ ચાલીએ.

⚫️  સૌપ્રથમ અનુભવ...

  ➡️ જાહેર વાત છે કે તાજું જન્મ લેતુ બાળક Hospital માં જ હોવાનું જ્યારે જુના જમાના જેવું વિચારીએ તો કેવું અલગ જ ભાસ થતું હોય છે જેમકે એ સમયે કોઈ ગર્ભવતી સ્ત્રીને પ્રસુતિની પીડા થાય ત્યારે એના ઘરે દાયણ કાતો દાઈમા એ નામની કોઈ વ્યક્તિ આવતી અને પ્રસુતિ કરાવતી હતી. એ સમયે બાળક જો બોલતું પેદા થયું હોત તો !!! 🤗. એની વાચામાં ધાર્મિક શબ્દો જ કદાચ વધારે જોવા મળતા હોત કેમકે એ સમયે ધાર્મિક પ્રવચનો, ઋષિઓ એ બધું રોજીંદા જીવનમાં ચાલતું હતું. ઘણા લોકો કહેતા હોય છે કે પહેલાના સમયમાં બાળક જન્મ લેતું એ એના પૂર્વજન્મ વિશે વધારે જાણતું હતું પણ એ કંઈ જન્મતા જ બોલતું નહોતું હો... 😂😂😂
          હવે જરાક Track બદલી જ દઈએ કેમકે વારંવાર પૂર્વજન્મની વાત આવી રહી છે... તોપૂર્વજન્મમાં એ વ્યક્તિ શું હશે એને એવું શું કર્યું હશે ? અરે હાલ આજ આપણી ઉંમરે એવું હોત તો આપણે પૂર્વજન્મમાં શું હતા ? શું કરતા હતા ? જરાક વિચારી તો જુઓ...
       
વિચારતા જ કેવું ? રહસ્યમય લાગે છેને...

          હવે આપણાMain Track પર આવીએ આપણે જુના જમાનાની વાત પર હતા. એ સમયે નવજાત શિશુ બોલતું હોત તો પૂર્વજન્મના વિચાર પ્રમાણે એ એવું જ કહેતું હોત... - એ જમાનો જ કંઈક અલગ હતો જેહાલના 21મી સદી કરતા અલગ તરી આવતો અને અલગ જ તરી આવશે.

✴️ પ્રથમ અનુભવની નન્હા-મુન્ના બાળકની વાતો (જૂના જમાના મુજબ )

           ➡️ દાઈમાએ પ્રસૂતિ કરાવી બાળકની પહેલી નજર પડી દાઈમા પર એમણે કહ્યું "બેટા દુનિયામાં તારું સ્વાગત છે. (લેખ મુજબ બાળક સમજણ વાળું છે.😉) બાળકે પૂછયું તમે કોણ છો!? બધા કહેતા હોય છે કે પશુ, પક્ષી જેમનો નવો જન્મ હોય એમને પહેલા જે પણ નજર
સામે આવે એને જ પોતાની માં સમજે છે પણ આતો મનુષ્યનું નવજાત શિશુ અને એ પણ પાછું સમજણ વાળું તો પછી બાકી શું રહ્યું ? અને મનુષ્ય એક સામાજીક પ્રાણી છે એતો પોતાની માતાને શોધવાનું જ, એ બાળક જવાબ આપશે કે માસી તમે મારો જનમ કરાવ્યો એ માટે તમારો ખૂબ આભાર હવે મને ભૂખ લાગી છે મને મારી મમ્મીના હાથમાં મુકો અને કહો કે મને ખવડાવે (નવજાત શિશુને પોતાની માતાનું પહેલું ધાવણ જ સારી Immunity આપે છે ) જોકે આવી ખબર તો એજમાનામાં નહોતી પણ આતો સમજણ વાળું બાળક છે તો એતો માંનું પહેલું ધાવણ જ માંગશે. હવે એ પછીનું જ્યાં સુધી સરખું ચાલતું ના થાય ત્યાં સુધી એના જીવનમાં, રોજીંદી ક્રિયામાં શું-શું બોલતો હશે એ તમે જાતે વિચારીને આનંદ લઈ લો..... પણ... (જુના જમાનાનું બાળક છે તો તમારે પણ એ મુજબ જ વિચારવાનું રહેશે 🤔😇)

✴️ પ્રથમ અનુભવની નન્હા-મુન્ના બાળકની વાતો (નવા જમાના/21મી સદી મુજબ )

          ➡️ હાલના 21મી સદીના Fast યુગમાં નવું જન્મ લેતું સમજણ તેમજ વાચા યુકત શિશુ કેવું બોલતું હશે એ થોડુંક વિચારી, મનોમંથન કરી પહેલા તમારી રીતે જ આનંદ લઈ લો...
          હાલના સમયમાં બાળકનો જન્મ Guynec 
Hospitalમાં જ થાય છે ત્યાથી જવિચારીએ
          કોઈ Multi-specialist gynec hospitalમાં શિશુનો જન્મ થયો છે, હવે બાળકનો જન્મ કઈ રીતે થયો એ પણ વિચારવું પડશે. કેમકે હાલના સમયમાં Dr. મોટા ભાગે Surgery દ્વારાજ બાળકના જન્મની ક્રિયા કરાવતા હોય છે ભાગ્યેજ Normal delivery થતી હોય છે.

1). Surgery દ્વારા જન્મેલું બાળક.
       
     
    શસ્ત્રક્રિયા દ્વારા બાળક માંના પેટમાંથી બહાર આવે છે (જો કે આ ક્રિયા દ્વારા આવતું બાળક સૂતેલી સ્થિતિમાં હોય છે ) એ ક્રિયા કરી એને પેટમાં સુવાડી દેવામાં આવે છે. માં પણ Surgery સમયે આપેલા Anesthesiaની અસરથી સૂતેલી જ હોય છે. બાળકની આંખો જ્યારે ખૂલે છે આસપાસનું બદલાયેલું વાતાવરણ જોતાજ પહેલા રડવા માંડે છે. થોડી વાર પછી સ્વસ્થ થાય છે અને આસપાસનું બદલાયેલું વાતાવરણ જોતા જ સવાલ કરવા માંડે છે કે હું ક્યાં છું ? ( ભાન ભૂલેલા માણસની સ્થિતિ ☺🤕). હમણાં સુધી તો હું સારી Safe દુનિયામાં હતો હવે આ અચાનક ક્યાં આવી ગયો !? એનું Face Reaction જ કંઈક અલગ હશે, દુઃખી થઈ ગયો હોય એવું. 😐😱 હવે આ બાળકને પણ ભૂખ તો લાગેજ ને એ પણ માં નેશોધે છે અને Nurse એને માંના હાથમાં મુકે છે. જોકે Nurse દેખાવડી છે અને આ બાળક પણ થોડુક Naughty છે તો શરૂઆતમાં કહ્યુ એમ "નવા જમાનાનું બાળક" એ મુજબ વાત કરવા માંડશે. હવે આગળનું તમે જાતે વિચારીને આનંદ લઈ લો.....

2). Normal Delivery થી જન્મેલું બાળક

          આ ક્રિયા પણ જુના જમાનામાં દાયણ દ્વારા થતી ક્રિયા એવી જ ક્રિયા Nurse કાંતો Dr. દ્વારા Hospitalમાં થતી ક્રિયા છે. આ વાતમાં પણ જુના જમાનાની વાતનું આવશે પણ તમે નવા જમાના મુજબ જન્મેલું બાળક છે એમ વિચારીને બાળકની પ્રતિક્રિયા શું હશે વિચારી જુઓ. હવે કદાચ એની પ્રતિક્રિયા માં ના  શોખ ઉપરથી જ નક્કી થશે. જેમકે એ માં ને ગીતો સાંભળવાનો, Movies જોવાનો, ફરવાનો, રસોઈ

કરવાનો... etc...  એ મુજબ singer, actor, tourist, કે pilot... વગેરે જેવું બનવું છે એમ કહેશે. હવે તમે પણ 21મી સદીના માણસ છો તો એ રીતે વિચારી જુઓ કે એ કેવું બોલતો હશે. લેખની શરૂઆતમાં જ થોડા ઘણા શબ્દો લખેલા છે એવું બોલતો હશે, તો એ રીતે વિચારી આ નાના બાળકની બોલીનો આનંદ લઈ લો.....
          હવે તો સાલું તમને એમ થતું હશે કે આમાં રોજીંદી ક્રિયાની તો કંઈ વાત જ ના આવી કે ના એના કપડાં બગડયા !!!, પણ એ વાતો થોડીક અંગત થઈ જાય છે એ તમે જાતે જ મનમાં વિચાર કરી લો અને બીજું એમ પણ થતું હશે કે બધું જાતેજ વિચારવાનું છે તો આ લેખ શા માટે લખ્યો છે? તો એ વાત પણ હું Clear કરું કે, તમને થોડી Guideline તો મળી જ ગઈ છે તો એ મુજબ તમારે પણ મનઘડત શબ્દો ઉમેરો અને લેખનો આનંદ માણો આમ પણ
શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે રસ્તો હું દેખાડું છું ક્યા ચાલવું એ તમારે નક્કી કરવાનું છે અને વિચાર કરવામાં તો તમે બિલકુલ પાછા નહીં પડો અને મગજ શાંત રહે એના કરતાં કસાયેલું રહે એ સારું પાછું આ બધું વિચારીને તમને ખુશી તો થાશે જ એ પણ જાણું છું. તો ખુશી મળતી હોય મગજ કસાતું હોય તો આ વિષય પર વિચારણા કરવામાં વાંધો શું છે ? 🤔😂
          જો આ લેખ વાંચીને તમારા ચહેરા પર થોડીક પણ મીઠી Smile આવી હોય તો તમારો આભાર માનું છું.અને અંતે બહુજ ઓછા પ્રયત્નોથી તૈયાર થયેલ મારી નાના બાળક બનવાની ઈચ્છા हिन्दी શબ્દોમાં રજૂ કરું છું .

लेकर के रुसवाई 
Lolypop खाने की जीद हैं, 
ईस भीड-भाड से दूर होकर 
फिर से नन्हें बच्चे बनने की जीद हैं। 

खाने को ice-cream मिले 
टहलने को हो baby-chair,
ये बस,बाईक और Luxurious कार छोड़ कर
फिर से नन्हें बच्चे बनने की जीद हैं। 

सोने को पुरा दिन हो
जब मन करे सो जाना है, 
अब तो पूरा दिन थका-हारा रहता  हूँ, 
वो ही थकान अब छोडनी हैं 
फिर से नन्हें बच्चे बनने की जीद हैं। 
               
                             - સંકેત વ્યાસ (Sanket Vyas SK)


"જેમનુ સ્મરણ કરવાથી પાપો નાશ પામે છે  એમનું નામ હરિ છે "                  ⏩   અત્યારની દુનિયા માં જે સુખી છે તે સુખી થતા જ રહ...