☞ કેમ છો ?? મજામાં!! આ સવાલ આપણને હંમેશા કોઈના કોઈ , કોઈ પણ સમયે પૂછતા હોય છે તો એ સમયે આપણે મજામાં છું એમજ કહેતા હોઈએ છીએ પણ અંદર શું થાય છે એતો હકીકતમાં આપણને જ ખબર હોય છે. ચલો આજ વાત પર મારી નાની અમથી કવિતા તમને જણાવું ,,, આ કવિતા છે કે બીજું કંઈ છે એ જાણતો નથી પણ તમારા સમક્ષ જે શબ્દો નીકળ્યા છે એ રજુ કરું છું ભૂલ થતી હોય તો ક્ષમા ઈચ્છું છું.....
⏩ તું પૂછે છે કેમ છે ???
તુજ કે કોનાં વગર ચાલે એમ છે ???
હું કહું મજામાં છું
તો પણ થાય સવાલ એમ કે
સાચ્ચે હું મજામાં છું ???
દિલ ની વાત કઈ રીતે કહું દોસ્ત,
સાબીતી આપે છે કે
ઉપર ઉપરથી મજામાં છું
અંદર થી સજા માં છું
તો પણ દિલ તો એજ કહે કે
કોઈનાં હું તાબામાં છુ....
- "sk(સંકેત વ્યાસ) "...
✔➡ કોઈ વાર ન જાણતા આપણે આજ અનુભવતા હોઈએ છીએ...
Sanket vyas Sk
No comments:
Post a Comment