Wikipedia

Search results

Friday, 1 September 2017

મને તો ક્યાં કંઈ સમજાય જ છે !!!? 😊




⏩✔અસમંજસ થી છું ભરેલો
        મને ક્યા સમજાય છે !!!

                                    ➡   લખાય છે આ પેનથી,
પેનની શાહી વપરાય છે..જાણું છું..
પણ....
એ મને ક્યાં સમજાય છે !!!?😊

➡ નદીના વહેણમાં કૂદકો લગાવતા મજા આવી જાય છે,
         પણ એ વહેણનું જોર આપણનેય ખેંચી જાય છે.. જાણું છું..
પણ...
એ મને ક્યાં સમજાય છે !!!?😊

 ➡   સમુંદરમાં ભરતી ટાણે પાણી આગળ વધે છે અને
          ઓટ આવતા અંદર પાછું વળી જાય છે .. જાણું છું .. 
પણ...
એ મને ક્યાં સમજાય છે !!!?😊

 ➡    લગન સમયે વર-વધુ ના છેડા એક થાય છે પછી જ્યારે 
             ઝઘડો-કંકાસ થાય તો છેડા છુટાં થઈ જાય છે જાણું છું.. 
પણ..
એ મને ક્યાં સમજાય છે !!!?😊

➡     આંખોમાં પાણી આવતા એકલતા અનુભવાય છે 
છતાં પણ ખુશી ના ટાણે સૌની સાથે મલકાઈ જવાય છે.. જાણું છું..
પણ...
                            એ મને ક્યાં સમજાય છે !!!?😊

             ➡    ખુદ ની આવડતથી સોંપાયેલુ કામ
સરળતાથી પૂરું પડાય છે જાણું છુ.. 
પણ
એ મને ક્યાં સમજાય છે !!!?😊

          ➡            સમજાય છે બધુંજ પણ 
કોઈનો ખાલીપો ભરવા નાસમજ થઈ જવાય છે.. એ પણ જાણું છું.. પણ
એ મને ક્યાં સમજાય છે !!!?😊

           
     ✔☞     ઘણી વાર આપણે જીવનમાં આ રીતનો જ કંઈક નાસમજ થવાનો પ્રયત્ન કર્યો જ હશે કેમકે નાહકની ચર્ચા મા ઉતર્યા વગર થોડા નાસમજ બની જવું સારું , 
    ☞😂      હું જાણું જ છું કે તમે આ પૂરું નહીં વાંચો ફાલતુ ચર્ચા કોણ વાંચે એમ વિચારી જતું જ કરવાના પણ મારે તો તમારા સુધી મારા વિચારો પહોચાડવા છે એટલે હું થોડુંક તો કહીશ જ .

     😎  ભલે આપણને બધીજ સમજ હોય છતાં આપણે નાસમજ થઈએ જ છીએ. આ નાસમજ થવાથી સામેવાળાને દુઃખ પણ નથી થાતુ અને વાતને સરળતાથી પતાવી શકાય છે. કોઈ વાર મજા આપણને સજા આપશે એ જાણવા છતાં નાસમજ બની મજા પણ કરીએ છીએ અને સજાનો ભોગ પણ ક્યારેક થઇએ છીએ , આ નાસમજ થાવું એ કોઈ વાર સજા પણ આપે છે અને કોઈ વાર સામેવાળાનો ખાલીપો દૂર કરવામાં સહાયક પણ બની શકે છે . 
      ⏩✔    તો આવીજ કવિતા તથા લેખો લઇને આવતો રહીશ સાથે સંકેત વ્યાસ ના સૌને નમસ્કાર
Sanket vyas SK


  •  જય શ્રી કૃષ્ણા 

No comments:

Post a Comment

"જેમનુ સ્મરણ કરવાથી પાપો નાશ પામે છે  એમનું નામ હરિ છે "                  ⏩   અત્યારની દુનિયા માં જે સુખી છે તે સુખી થતા જ રહ...