Wikipedia

Search results

Sunday, 24 September 2017

જીંદગી જીવવાની મજા જ તો છે...


        
   
      ✴      મળેલું અને ચાહેલું બંને શબ્દો એક જેવા લાગે છે પરંતુ આ બંને શબ્દો કંઈક નવું જ શીખવાડી જાય છે. આ બંને શબ્દો વિશે થોડી વાત કરું. 
       ✴     મળેલું એ આપણું ખુદનું છે .જે મળ્યું છે તેમાં ખુશ રહેવું હોય તો મળ્યું છે એ માણી લેવું જોઈએ. મળ્યું છે એ માણવાની પણ કંઈક અલગ જ મજા છે. મળેલું દરેક વખતે કંઈક નવું જ શીખવાડી જાય છે. મજા તો ત્યારે આવે જ્યારે આપણું ખુદ નું છે એ વિશે આપણે જાણતા હોઇએ અને આપણને એ માણતા આવડતું હોય. હું બીજી વાત કરી રહ્યો હતો એ "ચાહવા" વિશે હવે થોડુંક કહું. 

        ✴     ચાહવું આ શબ્દ જ કંઈક અલગ જ સમજાવી જાય છે. ચાહવું એટલે કંઈક નવું જ શીખવાડી જાય છે. એના દ્વારા આપણે કંઈક પામવાની/પ્રેમ કરવાની/અપેક્ષા રાખવાનું શીખીએ છીએ. આપણી કંઈક બનવાની અપેક્ષા એ એક પ્રકારની ચાહના જ તો છે. ના મળ્યું હોય એ વિશે ચાહવા ની વાત પણ એક અલગ મજા જ તો છે. આ જ વાત પરથી મારી કલમ દ્વારા આ શબ્દો નીકળ્યા છે જે નીચે પ્રમાણે છે......✒✒
⏮⏸⏭     "મળ્યું એ માણવાની પણ મજા છે 
ના મળ્યું એ ચાહવાની પણ 
 એક અલગ મજા જ છે"
         તો ચાલો દોસ્તો એ કવિતા થકી સફર કરીએ ✒✒✒


✔⏸✒   મળ્યું એ માણવાની પણ મજા છે 
ના મળ્યું એ ચાહવાની પણ 
                          એક અલગ મજા જ તો છે 

✔  એક માં એક ઉમેરો તો બે થાય
          એવું શિક્ષક શીખવાડી ગયા
      પરંતુ બે માંથી એક બાદ કરો તો 
             એકલા થઈ જવાય એવું 
 ✔       આ જીંદગી શીખવાડી ગઈ 

             કળિયુગની આ કમાલ છે દોસ્ત 
રમત રમતાં માણસ ગમી જાય 
પણ શું કહેવું તમને એ દોસ્ત 
ગમતાં માણસ જ રમત રમી જાય 

ઘણા લોકો માટે હું સારો નથી હોતો
અરે દોસ્ત તમે જ કહો ખુદ
સુખથી ભરેલો દરિયા શું ખારો નથી હોતો?


એટલે જ તો કહું છું દોસ્તો
જે મળ્યું એ માણવાની અને જે નથી મળ્યું 
 તે ચાહવાની પણ અલગ 
મજા જ તો છે 
સંકેત વ્યાસ તારી આ રચના મજા જ છે
                 - "sk(સંકેત વ્યાસ)"


Sanket vyas SK
આ જ કવિતા સાંભળવા માટે નીચેની લીંક પર ક્લીક કરો...
https://youtu.be/Ws7zQQZev5o

4 comments:

"જેમનુ સ્મરણ કરવાથી પાપો નાશ પામે છે  એમનું નામ હરિ છે "                  ⏩   અત્યારની દુનિયા માં જે સુખી છે તે સુખી થતા જ રહ...