Wikipedia

Search results

Friday 29 June 2018

છોડી દીધું છે મેં...



⚫         વાત છે એવા વ્યક્તિની જે વધારે સમય બધાની સાથે રહીને પોતાની આન-બાન અને શાન  સાચવવા માટે પોતાની જાતને સામે વાળી વ્યક્તિ આગળ એના અનુરૂપ થવા પ્રયત્ન કરતો રહેતો હોય છે અને ખુદ એકવાર એવું પણ વિચારી લેતો હોય છે કે આ બધું હું છોડી દઉ પણ એ કાંઈજ કરી શકતો નથી .
⚫            એ એવું એક વ્યક્તિત્વ છે જે હંમેશા એકલો બેસી રહેતો હોય તેમજ કોઈ પણ નવું વ્યક્તિ મલી જાય તો ખુશખુશાલ થઈ જાય

તેમજ વાયદાઓ પણ આપી દેતો હોય છે. આપેલ વાયદાઓ નિભાવી ના શકે તો પાછો રાત્રે એકલો બેસી આકાશમાં બધું નિહાળતા બધું યાદ કરે જાતો એમ વિચારતો હોય કે આ બધું હું છોડી દઉ પણ એ કાંઈજ એવું કરતો નથી.
 ⚫         તમને થાશે કે આ વ્યક્તિ છોડવાનો નિર્ણય લીધા પછી છોડતો નથી કેમ  !? આ માટે પોતાની જાતને બદલતો નથી કેમ  !? કેમ ? કેમકે એ વ્યક્તિને લોકો શું કહેશે એનાથી કંઈજ ફર્ક નથી પડતો પણ જેને આ જીવન આપ્યું આટલો સુંદર સ્વભાવ આપ્યો એ જો પૂછશે કે આટલો સુંદર તને બનાવી મોકલ્યો તો તે કેમ પોતાની જાતને
બદલી દીધી !? તો એને એ શું જવાબ આપશે ! આ બધું તો હાલના સમયમાં કોઈજ માનતું નથી પણ એ વ્યક્તિના વિચાર દુનિયાદારીથી દુર તેમજ બધાથી અલગ છે.
⚫          બસ આજ કારણથી એ વ્યક્તિ પોતાની જાતને બદલવા નથી માંગતો એટલે જ તો બધું છોડવાની ઈચ્છા રાખવા છતાં એ કંઈજ છોડતો હોતો નથી પણ આવા છોડવાના વિચાર સાથે પોતાની જાતને જ એ છોડતો હોય છે
    ⭕    તો આવી જ છોડી દેવાની વાત સાથે હું તમારી સમક્ષ રજુ કરી રહ્યો છું મારી આ રચના
⏮ "છોડી દીધું છે મેં" ⏭

 ✔ એક જ મુલાકાતમાં પારખી લેવાનું 
પારખીને સાચો વાયદો કરવાનું 
                                 હવે છોડી દીધું છે મે...
✔  વાત કરી કોઈની  સાથે હું મુસ્કરાતો
વાતો બધી યાદ કરી હું મનમાં મહેંકતો
વાતો બધી યાદ કરી ગીતો ગુનગુનાવાનુ
                                 હવે છોડી દીધું છે મેં...
✔  કોઈનાં ગયા પર અફસોસ કરવાનું અને 
કોઈ નવાના આવવા પર ખુશખુશાલ થઈ જવાનું 
                                  હવે છોડી દીધું છે મે...
✔  રાત્રે અગાશી પર બેસીને ચાંદને જોવાનું 
અને ચાંદની  સાથે ટહેકવાનું
ટમટમતા તારલીયાઓનો ગણવાનું 
                                    હવે છોડી દીધું છે મે...
✔  સઘળુંય છોડ્યું છતાં થાય છે મને કે
  "શું છોડ્યું છે મે ?"
✔  જીવન જીવવાની સાચી કળામાં શું છોડ્યું  છે મેં
=> આન-બાન ને શાન એને સાચવવા ખાતર
પોતાની જાતને 
                               હવે છોડી દીધી છે મેં...
                                       
             ✒  અંતે જે લખ્યું છે તેમ બહેકાવાનું, મજાક કરવાનું, લાગણીઓ સાથે રમત રમવાનું, એ બધું તો ક્યારેય કરવાનો વિચાર સુદ્ધાં નથી આવ્યો પણ હાલમાં આ બધું થતું જોઉં છું તો એ વિશે કંઈક લખવાનો વિચાર આવ્યો તો એ વિચાર આ સ્વરૂપે આપની સમક્ષ રજૂ કર્યો છે. આવું કંઈજ મને સમજાતું નથી તો એ છોડવાનો વિષય જ નથી આવતો . 
               તો આ બધા મારા વિચારો વાંચવા માટે તમારો ખુબજ આભાર સાથે જય શ્રી કૃષ્ણ...
               - સંકેત વ્યાસ...

ખુશ છું એમ કહી પોતાની જાતને બહેકાવાનું
બધાની સાથે મજાક કરવાનું 
લાગણીઓ સાથે રમત રમવાનું 
એતો ક્યારનુંય 
                                                   છોડી દીધું છે મેં...
Sanket vyas SK

No comments:

Post a Comment

"જેમનુ સ્મરણ કરવાથી પાપો નાશ પામે છે  એમનું નામ હરિ છે "                  ⏩   અત્યારની દુનિયા માં જે સુખી છે તે સુખી થતા જ રહ...