શું સાચ્ચે Time નથી હોતો !? આ લેખ શરૂ કરતાં પહેલાં, તમે વાંચો એ પહેલાં, તમે ખુદને જ સવાલ પૂછો કે "શુંદિવસભરના કામ દરમિયાન એમાં વચ્ચે શું ખરેખર બીજો Time હોતો નથી ? કદાચ જવાબ તમારી જોડેજ હશે, પરંતુ આ લેખ મારફતે મારા વિચારો "મેં ખુદને આ સવાલ પૂછ્યો એ સમયે - ખુદને પૂછ્યા પછી મને પણ જવાબ મળ્યો હતો" એ પરથી મને જે લાગ્યું કે હકીકતમાં આવું હોય છે એ તમને જણાવવા માંગું છું.
Time નથી હોતો" 🤗. દુનિયામાં એક પણ વ્યક્તિ એવું નહીં હોય કે જે આ વાક્યનો ઉપયોગ કરતું ના હોય. આવું વાક્ય કોઈ બીજા માણસને કહેવામાં આવે તો એ બીજો માણસ (એ માણસ હોવો જોઇએ હો... 😂😂😂 ) પોતાની શાણપણથી જવાબ આપતા કહેતો હોય કે "ભાઈ Time તો કોઈ જોડે હોતો નથી પણ Time કાઢવો પડે." આ જવાબ સાંભળીને દરેક વ્યક્તિનો મગજનો પિત્તો 😈😠🤒 હલી જતો હોય છે કે "મારી જોડે 1 sec. નો પણ Time નથી હોતો અને આ શંખ Time કાઢવાની વાત કરે છે. 😇😊 . સીધી વાત છે Time તો દરેક જોડે હોય છે પણ એ એમના Time ને Manage કઈ રીતે કરે છે એના પર આધારિત છે.
"
હવે વાત આવી છે Time Management ની તો આ Management કઈ રીતે કરવું એનો પણ વિચાર આવતો હશે કે હમણાં મારે આ કામ છે એના પછી ફલાણું ને એ પછી ઢેકણું વગેરે વગેરે કામ છે તો આ Manage કેમનું કરવું ને પાછા આવ્યા તમે Time Manageની વાત કરવા... 😂😂😇
વાત જાહેર છે કે આ Manage કઈ રીતે કરવું એ આપણે નક્કી નથી કરી શકતા અને ક્યારેક Manage કરવાનો પ્રયત્ન પણ કરીએ તો પણ એ મુજબ એ કામ નથી કરી શકતા કે નથી થઈ શકતું પણ જો કોઈ નિયમ-બદ્ધ કે આયોજન-બદ્ધ હોય એને એનું કામ કઈ રીતે, ક્યારે, કેમ કરવું એના જવાબ હશે તો એ વ્યક્તિ એ બધું જ Manage કરી શકશે. હું આ "Time નથી હોતો" લખવા બેઠો છું
પણ હું ખુદ જ કોઈ કામ આયોજન રીતે કે કંઇક Manage કરીને નથી કરી શકતો કે Even આ લેખનું Tital છે એ જ મારે જવાબ આવી જાય છે. કેમકે આ દોડમ-દોડ વાળી Fast life માં કોઈ પણ વ્યક્તિ પોતાના કામ સરખા Manage નથી કરી શકતો. તો આ Manage કઈ રીતે કરવું એ અંગેની થોડીક વાત લેખના અંતે કરીએ
આ "Time નથી હોતો" એ શબ્દ કઈ રીતે આપણા સૌના મોઢે આવી જતો હોય છે ?
મારા માનવા પ્રમાણે તો હું એ જ કહીશ કે આપણને સામે વાળી વ્યક્તિને Time આપવો ના હોય કે જે કામ આપણને ગમતું ના હોય એ આવી ગયું હોય એ નકારી કાઢવા માટે કાતો આળસું હોઈએ તો એ જે પણ હોય એનાથી પીછો છોડાવવા કે એ કામ ના કરવા માટે આપણે આ વાક્ય "Time નથી હોતો" એનો સદ્ઉપયોગ 😂😊😊 કરતા હોઈએ છીએ.
"Time નથી હોતો એ કાઢવો પડે છે." આ વાક્ય જ્યારે પણ હું સાંભળું છું ત્યારે મને પણ તમારા જેમજ એ જ સવાલ ઊભો થાય છે કે "આ સમય કાઢવાનો કઈ રીતે હોય છે ?!! એ શું એમજ નીકળી જતો હોય છે ?!! કોઈ દિવસ વિચાર્યું છે ?!! મેં પણ કોઈવાર આ માટે વિચાર્યું નથી પરંતુ આ એક વિચારીને અમલમાં મૂકવા લાયક વિષય છે જેના જવાબમાં બસ એજ પહેલા કહ્યું એમ Time-management જ આવે છે.
હવે આ જે લેખ છે એની સાથે સાથે એનો જવાબ "Time management" છે એ બધું એક-બે ઉદાહરણ દ્વારા સમજીએ. તોજ સચ્ચાઈ જે છે એ આપણને Realize થશે અને લેખના અંતે એ ઉદાહરણ દ્વારા મજા માણીએ અને થાય તો એવું કંઈક અમલમાં પણ મૂકીએ કે જેનાથી આ "Time નથી હોતો" એ વાક્યનો સદ્ઉપયોગ કરવાની જરૂરિયાત જ ઊભી ના થાય
વિચાર કરતો હતો કે એવું કોઈ special ઉદાહરણ લખું કે જેનાથી બધાને આ લખ્યું છે એ હકીકતમાં feel થાય, ઘણા બધા ઉદાહરણો વિચાર્યા એના પછી એજ તારણ નીકાળી શક્યો કે આ બધું તો બધાને feel થતું જ હોય છે તો કોઈ special ઉદાહરણના બદલે કોઈ common ઉદાહરણ જ રજું કરી દઉ પછી તમે પણ વિચારી જોજો કે આવું feel તમને ક્યારે ક્યારે અને ક્યાં ક્યાં થયેલું છે.
Example.
1). એક વ્યક્તિ officeમાં પોતાના કામમાં એટલો મસ્ત છે કે એ કામ પણ કરીરહ્યો છે અને થોડીક-થોડીક વારે આજુ-બાજુ જોઈ ગીતો પણ ગુનગુનાવી રહ્યો છે. એ વ્યક્તિને એનો Boss જુએ જ છે કે ગીતો પણ ગાય છે કામ પણ થાય છે તો લાવને એના જોડે જ ચા મંગાવીને પીવું /કાતો મારૂં થોડુંક કામ કરાવું. Boss એનેબોલાવે છે અને એનું કામ એ વ્યક્તિના કામના સાથે જ થઈ શકે એવું કામ સોંપે છે પણ એ સમયે જ એ વ્યક્તિ એના Boss ને કહે છે કે sir આટલું બધું કામ છે મારે તો આ કામ માટે "મારી પાસે Time નથી" એમ કહીને એ bossનું કામ નકારી કાઢે છે .
૨). આગળ આપેલા ઉદાહરણમાં જ તમે વિચારી જુઓ કે એ વ્યક્તિ પોતાના કામની સાથે થોડીક વાર ગીતો ગાવાનું બંધ કરી શું Time manage કરીને એ bossનું કામ ના કરી શકે !?
ઉદાહરણ મુજબ તમે વિચાર્યુ હશે કે આ Bossનું કામ છે તો નથી કરવું કે એના માટે આપવામાં આવતા pay-scale માં વધારો કરે તો એ કામ કરે આ રીતે એ વ્યક્તિ પણ વિચારી શકે પણ તમે ઉપરના બંન્ને ઉદાહરણ માં જોયું ને કે
૧). એ કામ વ્યક્તિને ગમતું નથી કાતો એ કામ એ કરવા માંગતો નથી
૨). એ કામમાં જો time manage કરી ગીતોના બદલે bossનું કામ પણ કર્યુ હોત કાંતો pay-scaleની વધારે કરવાની વાત કરી એ કામ ગમાડીને કર્યુ હોત તો એ "Time જ નથી" વાક્ય ઉચ્ચારવું જ ના પડ્યું હોત.
If we manag our time We got this |
તો અંતે હજુ પણ લખવું છે પણ એ લખવા માટે મારી પાસે પણ "Time જ નથી" એજ શબ્દપ્રયોગ કરીને તમારી માફી માંગીને લેખનો અંત કરું છું. થાય તો હું પણ Try કરીશ કે આ શબ્દપ્રયોગનો ઓછા માં ઓછો પ્રયોગ કરીશ.
Thanx for reading it & try to decrease this sentence "I don't have any time" from your life
- Sanket K Vyas
- "(sanket Vyas Sk) |