Wikipedia

Search results

Saturday, 29 July 2017

સુખી થવાનો એક સરળ ઉપાય.... અજમાવી જુઓ....

"જેમનુ સ્મરણ કરવાથી પાપો નાશ પામે છે  એમનું નામ હરિ છે "

                 ⏩   અત્યારની દુનિયા માં જે સુખી છે તે સુખી થતા જ રહે છે અને દુઃખી છે એમને દુઃખ નો પાર નથી , આ સુખ અને દુઃખ કહ્યું જે એનો મતલબ એમ ના નીકાળતા કે સુખી એટલે પૈસાવાળા અને દુઃખી એટલે ઝુંપડીવાળા !!! પણ હું એમ કહેવા માંગુ કે સુખી એટલે સ્વસ્થ શરીર , આરામ દાયક જીવન હોય તેમજ ખુશીઓ ની હારમાળા થી ભરપુર હોય અને દુઃખ એટલે અસ્વસ્થ શરીર ,જીવનમાં દુઃખની હારમાળા સતત આવતી હોય તેમજ ના ગમે એવું રહેતું હોય તેવું .  આ બધું આપણે અનુભવી ચુક્યા જ છીએ  જરા બે-ત્રણ  ઉદાહરણ આપી સમજાવું
ઉદા ;
      ☞   1)  જ્યારે આપણે નાના હોઈએ ત્યારે ભણવાનું દુઃખ દાયક લાગતું હોય છે , મમ્મી કે પપ્પા આપણને school માં મુકવા આવે ત્યારે આપણે રડતાં હોઈએ છીએ પણ જ્યારે ભણીગણીને
યુવાન થઈએ અને હાથમાં કોઈક સારો ધંધો કે નોકરીનું સારા પગાર વાળું કાગળ હાથમાં આવે ત્યારે કેવો આનંદ થાય છે !!! ત્યારે આપણને ભણવાની શું જરૂર હતી એ સમજાય છે.

      ☞   2)  ક્યારેક કોઈ અપંગ પરંતુ સજ્જન માણસ રસ્તો ઓળંગી રહ્યા હોય પણ રસ્તામાં વાહનો નડતરરૂપ થતા હોય એ સમયે કોઈ વ્યક્તિ એમને રસ્તો ઓળંગવામાં મદદ કરે ત્યારે એ વ્યક્તિ મદદ કરનારને ઘણીવાર આશિષ આપી કહે છે કે ભગવાને તને મારી મદદ
કરાવવા મોકલી આપ્યો છે પણ એવું નથી એમા તો એ સજ્જન વ્યક્તિના ગુણ તેમજ જીવનશૈલીના આધારે આ સ્વરૂપે મદદ મોકલી હોય છે,
     ☞  3)  જ્યારે આપણે બિમારીથી પીડાતા હોઇએ ત્યારે દવા ગમતી હોતી નથી પણ અંતે એ દવાઓની અને આપણી સાર સંભાળ ના
કારણે બિમારીથી મુક્ત થઈ મસ્ત જીવન જીવીએ છીએ.
       
 
          ➡     આ તો થઈ ઉદાહરણોની વાત આ પરથી આપણને સમજવા શું મળ્યું એ વિચારી જુઓ.....


           ➡ હવે મૂળ મુદ્દાની વાત કરું "શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને મોક્ષસંન્યાસ યોગ નામના 18 માં અધ્યાયના 37 માં શ્લોકમાં કહેછે કે



               
            सुखम् त्विदानी त्रिविधम् श्रृणु मेभरतर्षभ ।
           अभ्यासाद्रमते यत्र दुःखान्तम् च निगच्छति ।।
             यतदग्रे विषमिव परिणामेड़मृतोपमम् ।
         तत्सुखम् सात्विकं प्रोक्तमात्मबुद्धिप्रसादजम् ।।

              અર્થાત: - હે ભરતશ્રેષ્ઠ હવે ત્રણ પ્રકારના સુખોને પણ તું મારી પાસેથી સાંભળ ; જે સુખમાં સાધક માણસ ભજન , ધ્યાન અને સેવા આદિના અભ્યાસ વડે રમણ કરે છે અને દુઃખોના અંતને પામી જાય છે,  જે આ જાતનું સુખ છે એ શરુઆતમાં જોકે વિષ જેવું જણાય છે પણ પરિણામ અમૃત જેવું છે માટે એ પરમાત્મવિષયક બુદ્ધિના પ્રસાદ માંથી ઉપજાવનારુ સુખ સાત્વિક કહેવાયું છે.

              આ મુજબ આપણને કોઈ તકલીફ થાય છે ત્યારે ખુબજ નિરાશ થઇ જઈએ છીએ , જરાય સરખી પણ ધીરજ રહેતી નથી અને અપશબ્દો તેમજ આડુંઅવળું બોલવા લાગીએ છીએ , મતલબ એ કે તકલીફ આપણને વિષ જેવી , ઝેર જેવી લાગે છે પણ એ સમયે આપણે ધીરજ રાખી ભગવદ્ સ્મરણ કરવું જોઈએ અને ભગવાન ખુદ આપણી તકલીફ દૂર કરવા માટે બેઠેલા છે એવું આપણે રાખવું જોઈએ . થોડા સમય પછી જ્યારે આપણી તકલીફ દૂર થઈ જાય , હું એમ નથી કહેતો કે ભગવાને આપણી તકલીફ દૂર કરી પરંતુ એ આપણી Exam હતી એમાં આપણે ધીરજ રાખી અને  Result ભગવાન ખુદ આપશે એવો આપણો વિશ્વાસ હતો એ  Result આપણને મળ્યું છે . અર્થાત તકલીફ દૂર થઈ જાય છે પછી એકદમ સારું પરિણામ આપણી સમક્ષ રજુ થાય છે અને દુઃખોનો અંત આવી જાય છે .
             ☞     મહાદેવ શંકર (ભોલેનાથ) એમણે તો હળાહળ ઝેર પી કંઠમાં સમાવેલુ છે એટલે તેઓ નિલકંઠ કહેવાયા છે . પણ એતો દેવોના દેવ મહાદેવ છે એમની સાથે આપણી તુલના કરવી આપણી ભૂલ જ છે.  પરંતુ એ વાત સત્ય છે કે કોઈપણ જાતના દુઃખ હોય આપણે ધીરજ રાખીએ તો અંતે સુખ મેળવીએ જ છીએ
કૃષ્ણ ભગવાન જણાવે છે તેમ આપણે ધ્યાન, ભજન-કિર્તન, સેવા એવા સત્કાર્યો કરતા રહીશું તો દુઃખ દુર થઈ સુખ મળશે જ અને જીવન મસ્ત થઇ જશે.
              આ હતુ કૃષ્ણ ભગવાને કહેલા ત્રણ સુખ માનું એક સુખ . આ એક સાત્વિક ક્રિયા જ છે . કૃષ્ણ ભગવાનને સાત્વિક મનુષ્ય ખુબજ પ્રિય છે . મતલબ ભજન-કિર્તન, સેવા એટલું આવે તો સાત્વિક થઈ જવાય એવું નથી પરંતુ સત્ય, અહિંસા...વગેરે જેવા અનેક ગુણ આવે છે જે આપણા જીવનમાં લાવવા જરુરી છે તેથી સાત્વિક થવાશે અને ભગવાનને પ્રાપ્ત કરવાનો રસ્તો સરળ બનશે અને ભગવાનને પ્રિય થવાશે....
                           Be Simple & Do Real
                             Thanq for read my blog


શ્રી કૃષ્ણ શરણં મમ

                               Sanket vyas sk

No comments:

Post a Comment

"જેમનુ સ્મરણ કરવાથી પાપો નાશ પામે છે  એમનું નામ હરિ છે "                  ⏩   અત્યારની દુનિયા માં જે સુખી છે તે સુખી થતા જ રહ...