Wikipedia

Search results

Thursday, 20 July 2017

માનવું....આપણી અંદર રહેલી તાકાત.

         


            માનવું એ પણ એક પ્રકારની આપણાં શરીરની તાકાત જ છે જે હજી આપણે સમજી નથી શક્યા . બધાની અંદર આ તાકાત રહેલી છે, જે જાણે છે તે બહાર નીકાળી શકે છે અને તે ધાર્યું પરિણામ મેળવે પણ છે . આ વાત કદાચ તમે પણ સાંભળી હશે છતા એજ ઉદાહરણ આપી સમજાવા પ્રયત્ન કરું છું.
              ઉદા ;  "હાથીનું બચ્ચું" જ્યારે એ નાનું હોય છે ત્યારે તે
ખુબજ તોફાન કરતું હોય છે , એ સમય પર તેને સાંકળથી બાંધવામાં આવે છે છતાં એ બચ્ચું સાંકળ તુટી જાય એટલી તાકાત કરતું હોય છે.  પછી જ્યારે એ મોટા વિશાળકાય હાથીનું સ્વરૂપ મેળવે છે ત્યારે એને ત્યાંજ પરંતુ સામાન્ય રસ્સી થી બાંધવામાં આવે છે.
       વિશાળ હાથી માં ખુબજ તાકાત હોય છે એ ધારે તો રસ્સી સાથે બાંધેલો ખીલો પણ ઉખાડી ફેંકી દે ,
               પરંતુ તો પણ આ રસ્સી કેમ બાંધવામાં આવી જરા વિચારી જુઓ.......
.
.
.

                આ હકીકત માં આપણને જોવા મળે છે કે હાથી જ્યારે નાનો હતો તોફાન કરતો એટલે સાંકળથી બાંધવામાં આવતો વિશાળ રુપ ધારણ કરે ત્યારે રસ્સીથી બાંધવામાં આવી  મતલબ આપણને સમજાઇ જાય એવો જ છે
            "હાથી જ્યારે નાનો હતો ત્યારે એને સાંકળથી બાંધવામાં આવતો એ વાત હાથીના દિમાગમાં ઘૂસી ગઈ હતી એટલે એ રસ્સીને પણ સાંકળ માને છે એટલે એ તોફાન નથી કરતો ". એ ધારે તો રસ્સી આસાની થી તોડી શકે છે પણ એના દિમાગમાં તો સાંકળ છે.
           આજ માનવાની રીત આપણે મનુષ્યોના મનમાં પણ રહેલી છે આ વાત ઉદાહરણ દ્વારા સમજીએ

            - નાનુકાકા ને ગંભીર બીમારી થઇ છે, એ વારંવાર નવા નવા તબીબોની(dr.) મુલાકાત લેતા , તેઓ એક એવા તબીબને મળ્યા જે આ માનવું એ વિશે જાણતા હતા એ સમજી ગયા અને એમણે કહ્યું તમારાં માટે  specially અમેરિકાથી દવા મંગાવી છે જે લેતા જ તમારી બિમારી દુર થઈ જાશે બીજીવાર દવા લેવાની જરૂર નહીં પડે  . આટલું સાંભળતા જ નાનુકાકા એકદમ ખુશ થઇ ગયા કેમકે તબીબે કહ્યું કે એમના માટે જ બહારથી દવા મંગાવી છે હવે તો હું બિમારી થી એકદમ દુર જ થઈ જવાનો . હકીકતમાં એવું જ બન્યું તેઓ એકદમ મસ્ત Fitt  થઈ ગયા બિમારી બિલકુલ દુર થઈ ગઈ તાજામાજા થઈ ફરવા લાગ્યા . આ હતી માનવાની તાકાત .
                   તમે માનશો આ દવાનો કમાલ હશે પરંતુ એ દવા કંઈ નહીં પણ લોટમાં રંગ નાખી બનાવેલ દવાનું એક પ્રકારનું રુપ હતું . આવા ઘણા ઉદાહરણ તમે પણ જાણતા હશો .
             
                      જો આ માનવાની તાકાતની સમજણ આપણે મનુષ્યોની સમજમાં આવી જાય તો દુનિયા માંથી ઘણાં દુઃખો દુર થઈજાશે .
                   આ માનવું એની હકીકત આપણે ખુદ પર પણ અનુભવી શકીએ છીએ , હાલ મે વિચાર્યુ કે મોઢામાં લાળ પડે છે ખરેખર એ હકીકતમાં થયું , આ બસ ખાવાનાં સમયે જ થાય એમ નથી પણ થતું જ હોય છે .
              આમ ખુદ તમે પણ practical  કરી જોઈ લો આપણી માનવાની, વિચારવાની તાકાત.... -

- સંકેત વ્યાસ sk

No comments:

Post a Comment

"જેમનુ સ્મરણ કરવાથી પાપો નાશ પામે છે  એમનું નામ હરિ છે "                  ⏩   અત્યારની દુનિયા માં જે સુખી છે તે સુખી થતા જ રહ...