Wikipedia

Search results

Tuesday, 17 October 2017

બાળપણ યાદ આવ્યું......😶🤔



        ✔   કેટકેટલીય સુખ-સાહ્યબી ભોગવીએ તો પણ બાળપણ જેવું સુખ આપણને ક્યાંયથી નથી મળતું . એવા આપણા બાળપણના સમયને યાદ કરીએ તો સુખથી ખૂબજ આપણે છલકાઈ જઈએ છીએ અને બાળપણના સમયને આપણે વાગોળવા માંડીએ છીએ. એ સમય આપણને ખૂબજ આનંદ અપાવી જાય એવો હોય છે. એવો સમય પાછો લાવી પણ નથી શકતા
      ✔      આવીજ યાદોની રમઝટ મારી સાથે થઈ અને બાળપણનો સમય યાદ આવી ગયો અને આ શબ્દો મારા હોઠ પર રમવા લાગ્યા જે આપની સમક્ષ રજુ કરી રહ્યો છું જે નીચે મુજબ છે.......


      ⏮⏸⏭ 
                ,,,✒
     ના જાણે કેવું જીવન હતું મારું, 
પપ્પા બોલતા ને દફતર ( bag) ખોલતો હું મારું અને 
મારી મમ્મીના હાથે ખાતો ખાવાનું , 
ભણતો હતો સાથે સાથે રમતો પણ રમતો ,
નિશાળમાં (school)  મારા બધા શિક્ષકોને  ગમતો ,
નિશાળના કાળા પાટિયા (black board) પર ચિત્રો હું દોરતો 
રમત રમાડતાં મારા શિક્ષકને હું ચિડવતો /ખીજવતો
સાથે આવતા મિત્રોને પણ હું ચિડવતો 
ને કોઈવાર શિક્ષકના હાથે માર પણ ખાતો ,
તો પણ ભણીને એમના દ્વારા જ આગળ હું આગળ આવતો ,
અચાનક બધું બદલાઈ ગયું 
એ રમતનું મેદાન પણ ખોવાઈ ગયું 
મમ્મીના હાથનું ખાધેલું વિસરાઈ ગયું 
પપ્પા જોડે ભણવા બેસતો એ પણ બદલાઈ ગયું 
ભણવાનું શુ ! પૂરું થયું!!!
કાગળ ના ટુકડા જેને આપણે પૈસા કહીયે
પૈસા કમાવા દોડવું પડયું!!!
કાગળ કમાવાની લાહ્યમાં બધુંય મારે ભૂલવું પડ્યું...
થાય છે હવે આ કમાવાનું મુકી બધું 
પાછો હું નાનો થઈ જાઉં 
તો પણ હાલની જીંદગી જીવવા
કેવી રીતે એ બધું હું ભુલાવુ ....
                    - "sk(સંકેત વ્યાસ)




Sanket vyas SK

Sunday, 24 September 2017

જીંદગી જીવવાની મજા જ તો છે...


        
   
      ✴      મળેલું અને ચાહેલું બંને શબ્દો એક જેવા લાગે છે પરંતુ આ બંને શબ્દો કંઈક નવું જ શીખવાડી જાય છે. આ બંને શબ્દો વિશે થોડી વાત કરું. 
       ✴     મળેલું એ આપણું ખુદનું છે .જે મળ્યું છે તેમાં ખુશ રહેવું હોય તો મળ્યું છે એ માણી લેવું જોઈએ. મળ્યું છે એ માણવાની પણ કંઈક અલગ જ મજા છે. મળેલું દરેક વખતે કંઈક નવું જ શીખવાડી જાય છે. મજા તો ત્યારે આવે જ્યારે આપણું ખુદ નું છે એ વિશે આપણે જાણતા હોઇએ અને આપણને એ માણતા આવડતું હોય. હું બીજી વાત કરી રહ્યો હતો એ "ચાહવા" વિશે હવે થોડુંક કહું. 

        ✴     ચાહવું આ શબ્દ જ કંઈક અલગ જ સમજાવી જાય છે. ચાહવું એટલે કંઈક નવું જ શીખવાડી જાય છે. એના દ્વારા આપણે કંઈક પામવાની/પ્રેમ કરવાની/અપેક્ષા રાખવાનું શીખીએ છીએ. આપણી કંઈક બનવાની અપેક્ષા એ એક પ્રકારની ચાહના જ તો છે. ના મળ્યું હોય એ વિશે ચાહવા ની વાત પણ એક અલગ મજા જ તો છે. આ જ વાત પરથી મારી કલમ દ્વારા આ શબ્દો નીકળ્યા છે જે નીચે પ્રમાણે છે......✒✒
⏮⏸⏭     "મળ્યું એ માણવાની પણ મજા છે 
ના મળ્યું એ ચાહવાની પણ 
 એક અલગ મજા જ છે"
         તો ચાલો દોસ્તો એ કવિતા થકી સફર કરીએ ✒✒✒


✔⏸✒   મળ્યું એ માણવાની પણ મજા છે 
ના મળ્યું એ ચાહવાની પણ 
                          એક અલગ મજા જ તો છે 

✔  એક માં એક ઉમેરો તો બે થાય
          એવું શિક્ષક શીખવાડી ગયા
      પરંતુ બે માંથી એક બાદ કરો તો 
             એકલા થઈ જવાય એવું 
 ✔       આ જીંદગી શીખવાડી ગઈ 

             કળિયુગની આ કમાલ છે દોસ્ત 
રમત રમતાં માણસ ગમી જાય 
પણ શું કહેવું તમને એ દોસ્ત 
ગમતાં માણસ જ રમત રમી જાય 

ઘણા લોકો માટે હું સારો નથી હોતો
અરે દોસ્ત તમે જ કહો ખુદ
સુખથી ભરેલો દરિયા શું ખારો નથી હોતો?


એટલે જ તો કહું છું દોસ્તો
જે મળ્યું એ માણવાની અને જે નથી મળ્યું 
 તે ચાહવાની પણ અલગ 
મજા જ તો છે 
સંકેત વ્યાસ તારી આ રચના મજા જ છે
                 - "sk(સંકેત વ્યાસ)"


Sanket vyas SK
આ જ કવિતા સાંભળવા માટે નીચેની લીંક પર ક્લીક કરો...
https://youtu.be/Ws7zQQZev5o

Tuesday, 5 September 2017

Friendship is better than Love

               

             😉😇⏩   किसी दिन अगर नींद आ जाएँ तो समझ लीजिए कि रात को आप सोए नहीं है । 😊
           ➡  ये बात ही कुछ और है क्योंकि कोई सोया हुआ न हो रात को तो कुछ तो Reason होगा, रात को नींद में भी सोए न हो तो सुबह अपनी आँखों ये बता ही देती हैं कि ये रात को सोया नहीं ।
            ✔▶  प्यार में अक्सर कई बार ऐसा होता है, जो भी हो पर हमें कुछ होने के बाद ही पता चलेगा कि अच्छा क्या है । एकदम जाने पहचाने हुए हमारे चाँद के बारे मैं ही देख लो । चांद भी उस
तरह अपनी चाँदनी को फैलाने पूर्णिमा आने तक रातभर जागता है और तब से  अमावस्या के दौरान कम ही होता हमने देखा है ।
            👌➡  हमारा कोई प्यार  भी कुछ वैसा ही है । ये हम सबने थोड़ा बहुत तो feel किया ही होगा और उसको "feelings" यहीं नाम से हमने जाना है । ये सब होता है तभी पता चलता है कि प्यार से बड़े हमारे दोस्त ही होते हैं... । 😊

Sorry but this poem is not funny but its reality....

⛥⏩  रातभर लोग सोए नहीं 
       पूरी रात निकल गईं बात 

    आँखों में फिर नींद आईं   
       सुबह हो जाने के बाद 

  पलकों ने आँखों पर
ये लिख भी दिया 


   कोई भी सोया नहीं 
बहुत नींद आ के भी पूरी रात 

▶✔     जगते जगते होता बुरा हाल 
          यें चन्द्रमा का है 

          वो कम ही हो जाता हैं 
        पूर्णिमा आने के बाद 

अब चरागो की कोई जरूरत नहीं 
रोशनी है बहोत इन रातों में 
अमावस्या होने के बाद 

⏩   रात-दिन निकल गए 
       ना करके उससे कोई भी बात

चैन आया बहुत दिल को 
दिल को बहेकाने के  बाद 

प्यार से फराज अब दोस्त की भले

हमने जाना बहुत 
घर लूटाने के बाद 
                     
                                   -"sk (संकेत व्यास)"



Sanket Vyas SK

Friday, 1 September 2017

મને તો ક્યાં કંઈ સમજાય જ છે !!!? 😊




⏩✔અસમંજસ થી છું ભરેલો
        મને ક્યા સમજાય છે !!!

                                    ➡   લખાય છે આ પેનથી,
પેનની શાહી વપરાય છે..જાણું છું..
પણ....
એ મને ક્યાં સમજાય છે !!!?😊

➡ નદીના વહેણમાં કૂદકો લગાવતા મજા આવી જાય છે,
         પણ એ વહેણનું જોર આપણનેય ખેંચી જાય છે.. જાણું છું..
પણ...
એ મને ક્યાં સમજાય છે !!!?😊

 ➡   સમુંદરમાં ભરતી ટાણે પાણી આગળ વધે છે અને
          ઓટ આવતા અંદર પાછું વળી જાય છે .. જાણું છું .. 
પણ...
એ મને ક્યાં સમજાય છે !!!?😊

 ➡    લગન સમયે વર-વધુ ના છેડા એક થાય છે પછી જ્યારે 
             ઝઘડો-કંકાસ થાય તો છેડા છુટાં થઈ જાય છે જાણું છું.. 
પણ..
એ મને ક્યાં સમજાય છે !!!?😊

➡     આંખોમાં પાણી આવતા એકલતા અનુભવાય છે 
છતાં પણ ખુશી ના ટાણે સૌની સાથે મલકાઈ જવાય છે.. જાણું છું..
પણ...
                            એ મને ક્યાં સમજાય છે !!!?😊

             ➡    ખુદ ની આવડતથી સોંપાયેલુ કામ
સરળતાથી પૂરું પડાય છે જાણું છુ.. 
પણ
એ મને ક્યાં સમજાય છે !!!?😊

          ➡            સમજાય છે બધુંજ પણ 
કોઈનો ખાલીપો ભરવા નાસમજ થઈ જવાય છે.. એ પણ જાણું છું.. પણ
એ મને ક્યાં સમજાય છે !!!?😊

           
     ✔☞     ઘણી વાર આપણે જીવનમાં આ રીતનો જ કંઈક નાસમજ થવાનો પ્રયત્ન કર્યો જ હશે કેમકે નાહકની ચર્ચા મા ઉતર્યા વગર થોડા નાસમજ બની જવું સારું , 
    ☞😂      હું જાણું જ છું કે તમે આ પૂરું નહીં વાંચો ફાલતુ ચર્ચા કોણ વાંચે એમ વિચારી જતું જ કરવાના પણ મારે તો તમારા સુધી મારા વિચારો પહોચાડવા છે એટલે હું થોડુંક તો કહીશ જ .

     😎  ભલે આપણને બધીજ સમજ હોય છતાં આપણે નાસમજ થઈએ જ છીએ. આ નાસમજ થવાથી સામેવાળાને દુઃખ પણ નથી થાતુ અને વાતને સરળતાથી પતાવી શકાય છે. કોઈ વાર મજા આપણને સજા આપશે એ જાણવા છતાં નાસમજ બની મજા પણ કરીએ છીએ અને સજાનો ભોગ પણ ક્યારેક થઇએ છીએ , આ નાસમજ થાવું એ કોઈ વાર સજા પણ આપે છે અને કોઈ વાર સામેવાળાનો ખાલીપો દૂર કરવામાં સહાયક પણ બની શકે છે . 
      ⏩✔    તો આવીજ કવિતા તથા લેખો લઇને આવતો રહીશ સાથે સંકેત વ્યાસ ના સૌને નમસ્કાર
Sanket vyas SK


  •  જય શ્રી કૃષ્ણા 

Thursday, 17 August 2017

The sea of Happiness always....(ખુશીનો સાગર)


        
           હસવું અને હસાવવું એ એક સિક્કાના બે પાસાઓ છે જેમાં લાગણીઓ તેમજ સમય બંને જોડાયેલા હોય છે. જો એમાં દુઃખ આવે તો એ સમયે એને પચાવવું પણ પડે છે , હસાવવા માટે એતો કરવું જ પડે. આ લખાણ માં હસાવતો રહીશ મતલબ ખુશ રાખવો એ વિચાર છે , આપણે સૌએ આવું થાઉં જોઈએ. તો આવો આજ વિષય પર મારી નાની અમથી કવિતા તમારાં સમક્ષ રજુ કરું છુ...         
 "હસાવી ગયો છું "

⏩ ઘણી લાગણીઓ વરસતી ગઈ
બધાએ ગમોને
                                   ગટગટાવી ગયો છું 

ઉઘાડી કબર !!!
અને સમયના અભાવે
 ઠેરઠેરથી ઘસાઈ ગયો છું 

છતા પણ..

દુઃખોનો સાગર
હું પચાવી ગયો છું
અને 
જીંદગીને હસાડી ગયો છું 😊😇

                    ✔               અરે.....
જીંદગી તો ખુદની છે 
એતો ભલેને દુઃખોથી ભરેલી હોય
હસાવતો રહીશ , પચાવાતો રહીશ
અને 
દુનિયાને પણ સમજાવતો તેમજ થાય તો હસાવતો રહીશ
                          - "Sk (સંકેત વ્યાસ)"
     
➡આજ કવિતા સાંભળો અંતે આપેલ slide-show દ્વારા. 



"છું હું લાગણીઓ નો સાગર
વરસાવીસ ખુશીઓની ગાગર
બધાની પાસે રહીશ અને પાથરીશ
સૌને બેસવા મખમલી ચાદર"
                     - "sk (સંકેત વ્યાસ)"







Wednesday, 9 August 2017

વિષયોનું ચિંતન કરતાં રહેવું જરૂરી નથી....

               


બધા તને નીચો પાડવા ભલેને એ વિત્યા રહે
અરે યુવાન
ગીતા તણા વિચારોમાં હંમેશા મસ્ત રહે
 શ્રી કૃષ્ણનું કામ તું કરતો રહે

          આજ ફરી આવ્યો છું ગીતા તણુ જ્ઞાન એ વિચાર લઈ , આ સમયે છે વિષયો તણો વિચાર...

               ध्यायतो विषयान्पुंस: सङ्गस्तेषूपजायते  ।
            सङ्गात्सञ्जायते काम: कामात्क्रोधोऽभिजायते ||

અર્થાત :-
"વિષયોનું ચિંતન કરનાર વ્યક્તિને તે વિષયોમાં આસક્તિ જન્મે છે,  આસક્તિથી વિષયોની કામના ઉત્પન્ન થાય છે અને કામના
માં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે. "

          ⏩     આ વાત શ્રી કૃષ્ણ ભગવાને 2 અધ્યાયના 62 માં શ્લોક દ્વારા અર્જુનને સમજાવી રહ્યા છે, તમે આ શ્લોકનો અર્થ સમજી ગયા હોવ તો 62  થી 64 સુધીના શ્લોક વાંચી એનો અર્થ સમજી જાઓ તો જીવનમાં સુખ જ છે
           
             ➡   શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે કે વિષયોનું ચિંતન.... અરે..હા !!! આ વિષય મતલબ school માં ભણતા ત્યારે આવતા અલગ અલગ વિષયો- Maths , ગુજરાતી , हिन्दी , English , એ બધા વિષયો નહીં પરંતુ વિષય મતલબ આપણે જેમાં હંમેશા ડૂબેલા રહેતા હોઇએ જેમકે - કામ, ક્રોધ, લોભ, મોહ , સંબંધ, લાલચ, દ્વેષ, ઈર્ષ્યા અને હાલમાં યુવાઓ માં જાણીતો એવો પ્રેમ  (Love) વગેરે... એ બધા એક પ્રકારના જીવનના અમુક વિષયો જ છે. આ વિષયોમાં આસક્તિ એટલે કે મોહ રાખીએ તો એ વિષયો પ્રત્યે કામના વધારે ઉત્પન્ન થાય છે અને જે વિષય પર મોહ થયો હોય એને વધુ પ્રાપ્ત કરવાનો મોહ થઈ જાય છે એમાં કોઈ વિઘ્ન આવે તો ક્રોધ આવી જાય છે. આના એક બે ઉદાહરણ આપણી જીંદગી મા  જે થાય છે એ જોઇએ

exmple ;:
           ☞     1) અત્યારના Teen agers ની વાત કરીએ , એમના માટે હાલ  જે વધુ વપરાશ થઈ રહ્યો છે એ Smart Phone એક
વિષય તરીકે લઈ શકાય કેમકે હાલમાં Teen agers માં Smart Phone એક પ્રકારનું દુષણ બની ગયું છે . જો એમના પાસેથી એક દિવસ પણ Smart phone લઈ લેવામાં આવે તો એ જાણે સાવ એકલા પડી ગયા હોય એવું વિસામણું મોં થઈ જાય છે કેમકે તેમના દિવસ દરમિયાન 5 minitue એવી નહીં હોય કે તેઓ Phone ને જોયા વગર રહ્યા હોય, એમને Mobile પ્રત્યે આસક્તિ થઈ જાય છે અને ના મળે તો
દુઃખી થઈ જાય છે કાંતો ગુસ્સો કરવા માંડે છે, પણ અત્યારના Teen agers ને શું કહેવું !!! તેઓ શું કરવાના !!?

       ☞       2) બીજું આ ઉદાહરણ પણ યુવાઓને લગતું જ છે જે "પ્રેમ " વિષય પર છે . જોકે આ પ્રેમ શબ્દ પરથી જ તમે લોકો સમજી ગયા હશો કે હું શું જણાવવા માંગુ છું .
                 પ્રેમ..અરે Sorry પ્રેમની જગ્યાએ  Love કહીશ તો તમને અને મને પણ સરળતા રહેશે
         
 આ Love એક એવો વિષય છે જેમાં આજનો યુવાન ખુબજ રચ્યો પચ્યો રહેતો હોય છે. તેમાં ખુબજ આસક્તિ ધરાવતો હોય છે.  આ આસક્તિ ના કારણે અમુક સમય જેવા કે ઝઘડા, અણસમજ કે Breakup જેવું કંઈ સર્જાય ત્યારે તેમાં ક્રોધિત થવાનું વધારે થાય છે. Love વિશે તો તમે લોકો જાણો જ છો એ વિષય પર ઊંડાણમાં ચર્ચા કરવાનો કોઈ મતલબ નહીં  , એટલે કે  Love વિષય પર પણ વધારે ચિંતન કે એ બાબતે ચર્ચા-વિચારણામાં રહેવું જોઈએ નહીં.
          ➡      આ બે વિષયો જે હાલમાં ચર્ચાસ્પદ છે એમના ઉદાહરણ આપ્યા આવા ઘણાં વિષયો પર આપણે અનુભવી ચુક્યા જ હોઇશું . ઘરથી માંડી સમગ્ર વિશ્વમાં આ પ્રકારનું વર્તન જોવા મળે છે એટલે શ્રી કૃષ્ણ ભગવાનના કહ્યા મુજબ "વિષયો"નું ચિંતન વધુ પડતું ન કરવું જોઈએ , જરુર છે ત્યાં ચિંતન કરો એ યોગ્ય છે પણ એ વિષયમાં પૂરેપૂરા પરોવાઈ જવાથી આપણને જ કંઈક Problems ઊભા થાય છે .
          ☞     છેલ્લે એક નાનું એવું ઉદાહરણ નાનકડા જીવજંતુ એવી કીડી વિશે જણાવું, કીડી એક નાનો ખાંડનો દાણો (કીડીઓ માટે આ
વિષય ગણાય) પડ્યો હોય એની ખબર પડે એજ ખબર બીજી કોઈ કીડીને પડે, બંને એ દાણા પર હક જમાવવા એકબીજા સાથે ખેંચાતાણી કરવા લાગી જાય છે અંતે કોઈ એક જ હક જમાવી શકે છે.  આ જીવજંતુઓમાં વિચારશક્તિ નથી એટલે આસક્તિ જેવું કંઈ હોતું નથી પણ આપણે "મનુષ્ય એક વિચારશીલ પ્રાણી છે" જો આપણે જ આસક્તિ કરીએ તો ઘણો વિનાશ સર્જાઈ શકે છે માટે કોઈ વિષય પર ઊંડાણમાં ચિંતન કરવું જરૂરી નથી.
        ⏩       સુખમય શાંતિપૂર્ણ જીવન માટે વિષયો પર ચિંતન કરવાને બદલે ભગવાનને યાદ કરો એમનું કાર્ય કરતા રહો જીવન સુખથી ભરપુર રહેશે.
       ☞✔   "પૈસા એટલે જ સુખ એવું માનવાવાળાને હું આજે કહીં રહ્યો છું કે પૈસા કરતાં શાંતિપૂર્ણ બધા વિષયોથી મુક્ત રહીં ચિંતન કર્યા વગરનું આનંદમય જીવન એ સાચું સુખ છે..."
                                          - "sk ( સંકેત વ્યાસ )"

                            ।। श्री कृष्ण शरणम् मम ।।

Sanket vyas Sk

Thursday, 3 August 2017

Pray to "God"


When sometime i feel different i always pray to god to solve that difference , always be a nit , simple person to help every person who need help realy .... ,

     

       हे भगवान ......

सुकून उतना ही देना प्रभु 
                     जीतने से जिन्दगी चली जाएँ ,

औकात बस इतनी ही देना की
             औरों का भला हो जाएँ ,

रिश्तों में गहराई इतनी हो की
            बस प्यार से निभ जाएँ, 

आंखों में शर्म इतनी ही देना की 
                       अपनों से बड़ो का मान रख पाएँ ,

सबके दिलों में ऐसा भाव रखना की
        वो कभी किसी को खरोंच तक न पहोचाए ,

दिल में ऐसा भाव रखना की
          कीसीको भी न लूंट पाए ,

बस इतना देना की कीसी पर भी मैं बोझ बनू तो 
जिन्दगी मेरी चली जाएँ ,

बाकी उम्र ले लेना खुदा की 
औरों पे ना बोझ बन जाए...
             
                      - "sk (संकेत व्यास)"

Thanks for read it and do pray always

Sanket vyas sk

you can also listen this pray from my YouTube link

Saturday, 29 July 2017

સુખી થવાનો એક સરળ ઉપાય.... અજમાવી જુઓ....

"જેમનુ સ્મરણ કરવાથી પાપો નાશ પામે છે  એમનું નામ હરિ છે "

                 ⏩   અત્યારની દુનિયા માં જે સુખી છે તે સુખી થતા જ રહે છે અને દુઃખી છે એમને દુઃખ નો પાર નથી , આ સુખ અને દુઃખ કહ્યું જે એનો મતલબ એમ ના નીકાળતા કે સુખી એટલે પૈસાવાળા અને દુઃખી એટલે ઝુંપડીવાળા !!! પણ હું એમ કહેવા માંગુ કે સુખી એટલે સ્વસ્થ શરીર , આરામ દાયક જીવન હોય તેમજ ખુશીઓ ની હારમાળા થી ભરપુર હોય અને દુઃખ એટલે અસ્વસ્થ શરીર ,જીવનમાં દુઃખની હારમાળા સતત આવતી હોય તેમજ ના ગમે એવું રહેતું હોય તેવું .  આ બધું આપણે અનુભવી ચુક્યા જ છીએ  જરા બે-ત્રણ  ઉદાહરણ આપી સમજાવું
ઉદા ;
      ☞   1)  જ્યારે આપણે નાના હોઈએ ત્યારે ભણવાનું દુઃખ દાયક લાગતું હોય છે , મમ્મી કે પપ્પા આપણને school માં મુકવા આવે ત્યારે આપણે રડતાં હોઈએ છીએ પણ જ્યારે ભણીગણીને
યુવાન થઈએ અને હાથમાં કોઈક સારો ધંધો કે નોકરીનું સારા પગાર વાળું કાગળ હાથમાં આવે ત્યારે કેવો આનંદ થાય છે !!! ત્યારે આપણને ભણવાની શું જરૂર હતી એ સમજાય છે.

      ☞   2)  ક્યારેક કોઈ અપંગ પરંતુ સજ્જન માણસ રસ્તો ઓળંગી રહ્યા હોય પણ રસ્તામાં વાહનો નડતરરૂપ થતા હોય એ સમયે કોઈ વ્યક્તિ એમને રસ્તો ઓળંગવામાં મદદ કરે ત્યારે એ વ્યક્તિ મદદ કરનારને ઘણીવાર આશિષ આપી કહે છે કે ભગવાને તને મારી મદદ
કરાવવા મોકલી આપ્યો છે પણ એવું નથી એમા તો એ સજ્જન વ્યક્તિના ગુણ તેમજ જીવનશૈલીના આધારે આ સ્વરૂપે મદદ મોકલી હોય છે,
     ☞  3)  જ્યારે આપણે બિમારીથી પીડાતા હોઇએ ત્યારે દવા ગમતી હોતી નથી પણ અંતે એ દવાઓની અને આપણી સાર સંભાળ ના
કારણે બિમારીથી મુક્ત થઈ મસ્ત જીવન જીવીએ છીએ.
       
 
          ➡     આ તો થઈ ઉદાહરણોની વાત આ પરથી આપણને સમજવા શું મળ્યું એ વિચારી જુઓ.....


           ➡ હવે મૂળ મુદ્દાની વાત કરું "શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને મોક્ષસંન્યાસ યોગ નામના 18 માં અધ્યાયના 37 માં શ્લોકમાં કહેછે કે



               
            सुखम् त्विदानी त्रिविधम् श्रृणु मेभरतर्षभ ।
           अभ्यासाद्रमते यत्र दुःखान्तम् च निगच्छति ।।
             यतदग्रे विषमिव परिणामेड़मृतोपमम् ।
         तत्सुखम् सात्विकं प्रोक्तमात्मबुद्धिप्रसादजम् ।।

              અર્થાત: - હે ભરતશ્રેષ્ઠ હવે ત્રણ પ્રકારના સુખોને પણ તું મારી પાસેથી સાંભળ ; જે સુખમાં સાધક માણસ ભજન , ધ્યાન અને સેવા આદિના અભ્યાસ વડે રમણ કરે છે અને દુઃખોના અંતને પામી જાય છે,  જે આ જાતનું સુખ છે એ શરુઆતમાં જોકે વિષ જેવું જણાય છે પણ પરિણામ અમૃત જેવું છે માટે એ પરમાત્મવિષયક બુદ્ધિના પ્રસાદ માંથી ઉપજાવનારુ સુખ સાત્વિક કહેવાયું છે.

              આ મુજબ આપણને કોઈ તકલીફ થાય છે ત્યારે ખુબજ નિરાશ થઇ જઈએ છીએ , જરાય સરખી પણ ધીરજ રહેતી નથી અને અપશબ્દો તેમજ આડુંઅવળું બોલવા લાગીએ છીએ , મતલબ એ કે તકલીફ આપણને વિષ જેવી , ઝેર જેવી લાગે છે પણ એ સમયે આપણે ધીરજ રાખી ભગવદ્ સ્મરણ કરવું જોઈએ અને ભગવાન ખુદ આપણી તકલીફ દૂર કરવા માટે બેઠેલા છે એવું આપણે રાખવું જોઈએ . થોડા સમય પછી જ્યારે આપણી તકલીફ દૂર થઈ જાય , હું એમ નથી કહેતો કે ભગવાને આપણી તકલીફ દૂર કરી પરંતુ એ આપણી Exam હતી એમાં આપણે ધીરજ રાખી અને  Result ભગવાન ખુદ આપશે એવો આપણો વિશ્વાસ હતો એ  Result આપણને મળ્યું છે . અર્થાત તકલીફ દૂર થઈ જાય છે પછી એકદમ સારું પરિણામ આપણી સમક્ષ રજુ થાય છે અને દુઃખોનો અંત આવી જાય છે .
             ☞     મહાદેવ શંકર (ભોલેનાથ) એમણે તો હળાહળ ઝેર પી કંઠમાં સમાવેલુ છે એટલે તેઓ નિલકંઠ કહેવાયા છે . પણ એતો દેવોના દેવ મહાદેવ છે એમની સાથે આપણી તુલના કરવી આપણી ભૂલ જ છે.  પરંતુ એ વાત સત્ય છે કે કોઈપણ જાતના દુઃખ હોય આપણે ધીરજ રાખીએ તો અંતે સુખ મેળવીએ જ છીએ
કૃષ્ણ ભગવાન જણાવે છે તેમ આપણે ધ્યાન, ભજન-કિર્તન, સેવા એવા સત્કાર્યો કરતા રહીશું તો દુઃખ દુર થઈ સુખ મળશે જ અને જીવન મસ્ત થઇ જશે.
              આ હતુ કૃષ્ણ ભગવાને કહેલા ત્રણ સુખ માનું એક સુખ . આ એક સાત્વિક ક્રિયા જ છે . કૃષ્ણ ભગવાનને સાત્વિક મનુષ્ય ખુબજ પ્રિય છે . મતલબ ભજન-કિર્તન, સેવા એટલું આવે તો સાત્વિક થઈ જવાય એવું નથી પરંતુ સત્ય, અહિંસા...વગેરે જેવા અનેક ગુણ આવે છે જે આપણા જીવનમાં લાવવા જરુરી છે તેથી સાત્વિક થવાશે અને ભગવાનને પ્રાપ્ત કરવાનો રસ્તો સરળ બનશે અને ભગવાનને પ્રિય થવાશે....
                           Be Simple & Do Real
                             Thanq for read my blog


શ્રી કૃષ્ણ શરણં મમ

                               Sanket vyas sk

"જેમનુ સ્મરણ કરવાથી પાપો નાશ પામે છે  એમનું નામ હરિ છે "                  ⏩   અત્યારની દુનિયા માં જે સુખી છે તે સુખી થતા જ રહ...