Wikipedia

Search results

Saturday, 9 December 2017

ભૂત બનવું છે..... 😱😱😱😇😘



ભૂત બનવું છે....
.
.
.
💀👻 ...................આ કવિતા દ્વારા ભૂત બનવાની ઈચ્છા થતી હોય એવું જાણ થતું હશે પરંતુ આ ભૂત બનીને ડરાવવા માટેનો વિચાર નથી પ્રગટ્યો પરંતુ શબ્દો સ્વરૂપે વહેતો રહે એવા ભૂત બનવાનો વિચાર પ્રગટ્યો છે . હકીકતમાં તો ભૂત-પ્રેત એવું બધું તો હું નથી માનતો પણ કોઈકે કહ્યું છે કે "દુનિયામાં જેમ સારું છે એમ દુનિયામાં કંઈક ખરાબ પણ છે".
એજ રીતે હું પણ કહું છું કે "ભગવાન છે તો ભૂત પણ હશે" તો આ રીત ના વિચાર ના કારણથી કાવ્ય સ્વરૂપે ભૂત બનવાનો વિચાર પ્રગટ થયો છે. એ બહાને સારા વિચારો સૌ સમક્ષ રજૂ કરવા કોશીશ કરતા રહેવું છે અને એ માટે કાવ્યના શબ્દો માં કંઈક અલગ જ સારા શબ્દો લખ્યા કરવા છે.
એ માટે જ
"લેખ સ્વરૂપે જીવવું છે અને લેખ સ્વરૂપે જ મરવું છે
-બધાંજ કવિઓ અને સાહિત્યકારો ના શબ્દો માં ભૂત સ્વરૂપે વહેતા રહેવું છે."

☠-> તો લેખક રુપી ભૂતની કવિતા દ્વારા એ ભૂતનાં ઊંડાણમાં ફસાયેલા શબ્દો માં નજર માંડીએ...
                                                                   
⏮⏸⏭
🔜 अगर में ભૂત બનું
            તો હે પ્રભુ 
કાવ્ય સ્વરૂપે કાગળમાં રહું 
હાથમાં પ્રેમ લઈને હું 
શબ્દ-વિલાસે વહેતો રહું 

✔ બધાંની પ્રેરણા રુપે વહું
બસ એજ રીતે હું મરું

इतना तु करना स्वामी
मेरे प्राण कागज़ से निकले 


✅ શબ્દો-શબ્દો ને ગોઠવું
અજ્ઞાની ને જ્ઞાન પોઠવું 

✔ હારેલાને ફરી ઊભા કરું 
એમના માં એવો પ્રાણ ભરું 

🔜 સહેજ જો હું માંદો પડું 😓
બીજા ઘણાં વિચાર લખું 

इतना तु करना स्वामी 
मेरे प्राण कागज़ से निकले 

✒દુનિયાભર માં એ લેખ વહે
બધાંજ લોકો એ વાંચતા રહે

વાંચીને એ પણ સમજતા રહે
મારા હાથે એવા લેખ વહે 

✔ યોગ્ય સમજીને બરોબર 
સમજતા રહે વાંચતા રહે 
લેખકો પણ સમજતા રહે લખેલા એ લેખ મારા...

〰️ લેખ રહે, વિચાર રહે 
સાથે સાચી સમજ વહે

इतना तु करना स्वामी 
मेरे प्राण कागज़ से निकले 


✒સાચું કરું, લખું ઘણું કે✅✅
ઘણા મોટા વિચાર કરું 🤔

🔜ભૂલ કરું તો સજા દે મુને 
એ વાતે જરાક શમન તો કરું 
કે કાવ્ય માથી લેખો કરું 


✒કવિના આ સોગંદ છે તને
આ બધું કરતો રહું 

✔ લખતો રહું ને લખ્યા જ કરું 
એજ રીતે હું જીવું ને એજ રીતે હું મરું 

इतना तु करना स्वामी 
मेरे प्राण कागज़ से निकले ✒
Sanket Vyas Sk


Monday, 4 December 2017

प्यार हैं एक व्यापार

     


        ✴      " प्यार देते रहो चाहें घर हो , बाग हो ओर चाहे theatre हो , कहीं भी हो प्यार देते रहो । " 
        ✔       ये लाइन कहतीं हैं कि सभी के साथ हँसते-खेलते प्यार से रहो ओर प्यार देते चलो ।
              आगे जाकर मैंने भी ऐसे प्यार से सभी के साथ रहने लगा , जहां पर भी में प्यार देता वहाँ से मुझे भी प्यार मिलता था, ये जानकर मुझे भी बहुत खुशी हुई । इस बात से हम सभी को लगेगा कि "प्यार पाने के लिए प्यार तो देना ही होगा" पर हकीकत में क्या होता है वो तो अब कुछ मेरे अल्फाज़ में आएगा तब मालूम पडेगा कि "प्यार से दूर रहने पर भी प्यार नहीं मिलता  जब भी प्यार हमे चाहिए हमे भी प्यार करना होता है।
          ✔     ये सोच आईं तब मुझे लगा कि "प्यार एक व्यापार ही होगा" 🤔   

              ये सब बातों की हकीकत मेरी जिंदगी में  तब मालूम हुई जब मुझे बहुत भूख-प्यास थी। उस समय पर में हर एक जगह पर गया जहां पर मैंने प्यार दिया था , एक भी जगह मैंने छोड़ी नहीं पर फिर भी मुझे उदासी ही हासिल हुई।
         ✅😇   आप सभी को मालूम हो ही गया होगा की मेरी भूख-प्यास क्यों मिटटी नहीं फिर भी में आपको बताता हूँ उस तरह की मैं जहां पर भी भूख-प्यास बुझाने के लिए गया था वहाँ पर सभी व्यस्त थे अपने प्यार पे (मतलब- व्यापार में) 😊 । तब असली हकीकत मालूम हुई की जो जिंदगी हम सब जी रहें है वो एक व्यापार ही है । "प्यार से हमारी भूख मिटती नहीं ओर ये सारा जहाँ भूख मिटने भी नहीं देगा। "
           प्यार का ये व्यापार हमे भूखा भी रखेगा एसा हम सोच भी नहीं सकते। 😫😫🤔🤣🤣🤣
.
.
.
फिर क्या!!! .......😊
.
.
            ✒   मैंने भी अपनी जेब में हाथ डालकर 100 ₹ रुपये की
नोट निकाली ओर तुरंत ही मुझे प्यार भी मिल गया , मतलब की मैंने भी व्यापार शुरू कर दिया ।" प्यार का मतलब व्यापार ही हुआ ।" 
जिंदगी की हक़ीक़त ये हमे मालूम हुई की
        - ये जो खुद की जिंदगी में केसेट है जो प्यार की वो एक व्यापार ही है।  ये जिंदगी के एसे भूखे-प्यासे अनुभव से ही मालूम हो गया कि इस दुनिया में प्यार का कोई महत्व नहीं है।
           अभी की दुनिया ही ऐसी है । अभी की दुनिया में भी प्यार से भी बहुत बड़ा प्यार है और वो व्यापार ही है। मतलब की ऐसे प्यार वालीं दुनिया में प्यार के नाम का व्यापार ही महत्वपूर्ण है ।
        ✔    ये सब बातें मेरे खास दोस्त, मेरे सर , Dr. Keyur Mehta ने अपनी लिखी हुई कविता के जरिए मुझे जो समझाया वो Detail में मेने आपको बताया । अब उनकी ये कविता भी प्यार से पढ लिजिए 😇😶😊
⏮⏸⏭

✒( प्यार बाँटते चलो ...
 प्यार बाँटते चलो ...
 कभी Theatre में कभी घर में 
बात बहोत प्यार से चलीं 
हमने भी सुनी
फिर क्या ...
〰️करदी keset दिल मे उसकी चालु
मन में भी करदी चालु 

✔ सुनते सुनते हुआ प्यार से प्यार 
प्यार पाने के लिए करना पड़ता हैं प्यार 

✔ प्यार खोएं बिना मिलता भी नहीं प्यार 
समझ लो ये भी है एक व्यापार 

प्यार करके याद आया इस कवि को की-

✔ "जब हम भूखे-प्यासे थे 
गए हर एक दर पे जहाँ हमने किया था प्यार 
मगर वो तो Busy थे प्यार में अपने ( व्यापार में अपने)

फिर याद आया ...

✔ जो जिंदगी हम जी रहे हैं वो भी है एक व्यापार, 
प्यार से भूख मिटी नहीं या जमाने ने मिटने नहीं दीं, 
.
.
 फिर क्या ...😃😃😃
.
.
फिर हमने भी किया व्यापार 

✔ जेब से निकाले 100 रुपये क्या 
हमको भी मिल गया प्यार 

हमने जिसकी keset दिल मे बसाई थी 
✔वो तो था व्यापार ...
✔वो तो था व्यापार ...

✔ बस इसी बात से दिल मे समझ आ गई की 
इस दुनिया में प्यार से भी बड़ा है व्यापार....)

Sanket vyas Sk

Wednesday, 29 November 2017

શું તમે સૂઈ રહ્યા છો !!!???


       


      *   દુનિયામાં કેવો કેવો બદલાવ આવી રહ્યો છે.  *

          ✒   દુનિયાના રીત-રીવાજો, અનેક વસ્તુઓમાં ભેળસેળ, લુંટફાટ, પ્રેમમાં પડ્યા હોવા છતાં એમાં મળતો દગો, દબાણ, ભાવવધારો, GST, નોટબંધી આવું ઘણું બધું રસ પડે એવું હોય છે પણ ઘણીવાર એમાં જોવા જેવો ઘણો બધો બદલાવ પણ આવતો હોય છે . આ change/બદલાવ આવે અને આપણને ખબર ના પડી હોય એવું તો બને જ નહીં 
               છતા આ ઉદાહરણ કહું છું એ સમયે મને આ કંઈ જ ખબર નહોતી  "હું એકવાર દુકાનમાં દુધ ની થેલી લેવાં ગયો ત્યારે મને તો ખબર જ હતી કે ભાવવધારો થઈ ગયો છે એટલે દૂધ નો ભાવ પણ વધુ થઈ ગયો હતો, મેં તો રાબેતામુજબ દુધ ની થેલી અને થોડીક કરીયાણાની ખરીદી તો કરી પણ બીલ હાથે આવતા મારી તો આંખો ખુલ્લી રહી ગઈ કે આ G.S.T   એ બધું બીલમાં ક્યાથી આવ્યું ,!? પછી મેં દુકાનદારને પૂછ્યું ત્યારે સમજાયું કે આવો બદલાવ પણ આવી ગયો છે," 
           આવું જ ઘણી વાર આપણી lifeમાં થતું હોય છે પણ આપણને એ ખબર
હોતી નથી, આવા બદલાવ બધી જ જગ્યાએ કંઈક અલગ જ પ્રકારના થઈ રહ્યા છે જે સમજમાં જલદી આવતા હોતા નથી, માટે હવે

            "- સફાળા જાગી જાઓ "

     ✔      શું તમે સૂઈ રહ્યા છો !!!???
દુનિયા બદલાઈ રહી છે 
                    શું તમે સૂઈ રહ્યા છો !!!???
સુવાની દવા લીધી તો નથી 
છતાં એવા ધતિંગ કરો છો, 
દેખો છો છતા અજાણ્યા બનો છો...
                     શું તમે સૂઈ રહ્યા છો !!!???

✔   ભેળસેળીયું વાતાવરણ છે 
ભેળસેળ સઘળે થાય છે,
ભેળસેળ થતી દેખો છો છતા 
                          તો પણ કંઈ કહેતા નથી
 
           શું તમે સૂઈ રહ્યા છો !!!???
             
✔  આંખો રુપી Camera કરી રહ્યા છે કામ
એ હોવા છતાં પણ તમે રાખો છો ધ્યાન, 
રુબરુ પણ આવી દેખો જ છો
Camera under કામ કરાવો પાછા
                        શું તમે સૂઈ રહ્યા છો !!!???

✔    પ્રેમ કરો છો છતાં પસ્તાવો છો
પ્રેમમાં દગો મળતાં એ આંખોથી વહાવી છો,
પ્રેમ કરી આ દેખો છો છતાં પાછાં 
પ્રેમ કરવા જાવ છો પાછા
     શું તમે સૂઈ રહ્યા છો !!!???

                        ✔      ભાવવધારો, નોટબંધી,  GST બધુંય આવી ગયું
જાણ સઘળી હોવા છતાં કહો "મને ક્યાય કંઈ પણ જાણ છે!???" તો પણ ખરીદી તો કરો જ છો પાછાં                                   શું તમે સૂઈ રહ્યા છો !!!???

        
           - સુઈ રહ્યા હોવ તો હવે સફાળા જાગી જાઓ નહીં તો આ દુનિયામાં સઘળું જે બદલાઈ રહ્યું છે એ ઝડપથી બદલાતુ જ રહેશે અને તમે જો સૂતેલા છો તો સૂતેલા જ રહેશો....
           - ઝડપથી જાગી જાઓ 😘

 Sanket vyas SK


Tuesday, 17 October 2017

બાળપણ યાદ આવ્યું......😶🤔



        ✔   કેટકેટલીય સુખ-સાહ્યબી ભોગવીએ તો પણ બાળપણ જેવું સુખ આપણને ક્યાંયથી નથી મળતું . એવા આપણા બાળપણના સમયને યાદ કરીએ તો સુખથી ખૂબજ આપણે છલકાઈ જઈએ છીએ અને બાળપણના સમયને આપણે વાગોળવા માંડીએ છીએ. એ સમય આપણને ખૂબજ આનંદ અપાવી જાય એવો હોય છે. એવો સમય પાછો લાવી પણ નથી શકતા
      ✔      આવીજ યાદોની રમઝટ મારી સાથે થઈ અને બાળપણનો સમય યાદ આવી ગયો અને આ શબ્દો મારા હોઠ પર રમવા લાગ્યા જે આપની સમક્ષ રજુ કરી રહ્યો છું જે નીચે મુજબ છે.......


      ⏮⏸⏭ 
                ,,,✒
     ના જાણે કેવું જીવન હતું મારું, 
પપ્પા બોલતા ને દફતર ( bag) ખોલતો હું મારું અને 
મારી મમ્મીના હાથે ખાતો ખાવાનું , 
ભણતો હતો સાથે સાથે રમતો પણ રમતો ,
નિશાળમાં (school)  મારા બધા શિક્ષકોને  ગમતો ,
નિશાળના કાળા પાટિયા (black board) પર ચિત્રો હું દોરતો 
રમત રમાડતાં મારા શિક્ષકને હું ચિડવતો /ખીજવતો
સાથે આવતા મિત્રોને પણ હું ચિડવતો 
ને કોઈવાર શિક્ષકના હાથે માર પણ ખાતો ,
તો પણ ભણીને એમના દ્વારા જ આગળ હું આગળ આવતો ,
અચાનક બધું બદલાઈ ગયું 
એ રમતનું મેદાન પણ ખોવાઈ ગયું 
મમ્મીના હાથનું ખાધેલું વિસરાઈ ગયું 
પપ્પા જોડે ભણવા બેસતો એ પણ બદલાઈ ગયું 
ભણવાનું શુ ! પૂરું થયું!!!
કાગળ ના ટુકડા જેને આપણે પૈસા કહીયે
પૈસા કમાવા દોડવું પડયું!!!
કાગળ કમાવાની લાહ્યમાં બધુંય મારે ભૂલવું પડ્યું...
થાય છે હવે આ કમાવાનું મુકી બધું 
પાછો હું નાનો થઈ જાઉં 
તો પણ હાલની જીંદગી જીવવા
કેવી રીતે એ બધું હું ભુલાવુ ....
                    - "sk(સંકેત વ્યાસ)




Sanket vyas SK

Sunday, 24 September 2017

જીંદગી જીવવાની મજા જ તો છે...


        
   
      ✴      મળેલું અને ચાહેલું બંને શબ્દો એક જેવા લાગે છે પરંતુ આ બંને શબ્દો કંઈક નવું જ શીખવાડી જાય છે. આ બંને શબ્દો વિશે થોડી વાત કરું. 
       ✴     મળેલું એ આપણું ખુદનું છે .જે મળ્યું છે તેમાં ખુશ રહેવું હોય તો મળ્યું છે એ માણી લેવું જોઈએ. મળ્યું છે એ માણવાની પણ કંઈક અલગ જ મજા છે. મળેલું દરેક વખતે કંઈક નવું જ શીખવાડી જાય છે. મજા તો ત્યારે આવે જ્યારે આપણું ખુદ નું છે એ વિશે આપણે જાણતા હોઇએ અને આપણને એ માણતા આવડતું હોય. હું બીજી વાત કરી રહ્યો હતો એ "ચાહવા" વિશે હવે થોડુંક કહું. 

        ✴     ચાહવું આ શબ્દ જ કંઈક અલગ જ સમજાવી જાય છે. ચાહવું એટલે કંઈક નવું જ શીખવાડી જાય છે. એના દ્વારા આપણે કંઈક પામવાની/પ્રેમ કરવાની/અપેક્ષા રાખવાનું શીખીએ છીએ. આપણી કંઈક બનવાની અપેક્ષા એ એક પ્રકારની ચાહના જ તો છે. ના મળ્યું હોય એ વિશે ચાહવા ની વાત પણ એક અલગ મજા જ તો છે. આ જ વાત પરથી મારી કલમ દ્વારા આ શબ્દો નીકળ્યા છે જે નીચે પ્રમાણે છે......✒✒
⏮⏸⏭     "મળ્યું એ માણવાની પણ મજા છે 
ના મળ્યું એ ચાહવાની પણ 
 એક અલગ મજા જ છે"
         તો ચાલો દોસ્તો એ કવિતા થકી સફર કરીએ ✒✒✒


✔⏸✒   મળ્યું એ માણવાની પણ મજા છે 
ના મળ્યું એ ચાહવાની પણ 
                          એક અલગ મજા જ તો છે 

✔  એક માં એક ઉમેરો તો બે થાય
          એવું શિક્ષક શીખવાડી ગયા
      પરંતુ બે માંથી એક બાદ કરો તો 
             એકલા થઈ જવાય એવું 
 ✔       આ જીંદગી શીખવાડી ગઈ 

             કળિયુગની આ કમાલ છે દોસ્ત 
રમત રમતાં માણસ ગમી જાય 
પણ શું કહેવું તમને એ દોસ્ત 
ગમતાં માણસ જ રમત રમી જાય 

ઘણા લોકો માટે હું સારો નથી હોતો
અરે દોસ્ત તમે જ કહો ખુદ
સુખથી ભરેલો દરિયા શું ખારો નથી હોતો?


એટલે જ તો કહું છું દોસ્તો
જે મળ્યું એ માણવાની અને જે નથી મળ્યું 
 તે ચાહવાની પણ અલગ 
મજા જ તો છે 
સંકેત વ્યાસ તારી આ રચના મજા જ છે
                 - "sk(સંકેત વ્યાસ)"


Sanket vyas SK
આ જ કવિતા સાંભળવા માટે નીચેની લીંક પર ક્લીક કરો...
https://youtu.be/Ws7zQQZev5o

Tuesday, 5 September 2017

Friendship is better than Love

               

             😉😇⏩   किसी दिन अगर नींद आ जाएँ तो समझ लीजिए कि रात को आप सोए नहीं है । 😊
           ➡  ये बात ही कुछ और है क्योंकि कोई सोया हुआ न हो रात को तो कुछ तो Reason होगा, रात को नींद में भी सोए न हो तो सुबह अपनी आँखों ये बता ही देती हैं कि ये रात को सोया नहीं ।
            ✔▶  प्यार में अक्सर कई बार ऐसा होता है, जो भी हो पर हमें कुछ होने के बाद ही पता चलेगा कि अच्छा क्या है । एकदम जाने पहचाने हुए हमारे चाँद के बारे मैं ही देख लो । चांद भी उस
तरह अपनी चाँदनी को फैलाने पूर्णिमा आने तक रातभर जागता है और तब से  अमावस्या के दौरान कम ही होता हमने देखा है ।
            👌➡  हमारा कोई प्यार  भी कुछ वैसा ही है । ये हम सबने थोड़ा बहुत तो feel किया ही होगा और उसको "feelings" यहीं नाम से हमने जाना है । ये सब होता है तभी पता चलता है कि प्यार से बड़े हमारे दोस्त ही होते हैं... । 😊

Sorry but this poem is not funny but its reality....

⛥⏩  रातभर लोग सोए नहीं 
       पूरी रात निकल गईं बात 

    आँखों में फिर नींद आईं   
       सुबह हो जाने के बाद 

  पलकों ने आँखों पर
ये लिख भी दिया 


   कोई भी सोया नहीं 
बहुत नींद आ के भी पूरी रात 

▶✔     जगते जगते होता बुरा हाल 
          यें चन्द्रमा का है 

          वो कम ही हो जाता हैं 
        पूर्णिमा आने के बाद 

अब चरागो की कोई जरूरत नहीं 
रोशनी है बहोत इन रातों में 
अमावस्या होने के बाद 

⏩   रात-दिन निकल गए 
       ना करके उससे कोई भी बात

चैन आया बहुत दिल को 
दिल को बहेकाने के  बाद 

प्यार से फराज अब दोस्त की भले

हमने जाना बहुत 
घर लूटाने के बाद 
                     
                                   -"sk (संकेत व्यास)"



Sanket Vyas SK

Friday, 1 September 2017

મને તો ક્યાં કંઈ સમજાય જ છે !!!? 😊




⏩✔અસમંજસ થી છું ભરેલો
        મને ક્યા સમજાય છે !!!

                                    ➡   લખાય છે આ પેનથી,
પેનની શાહી વપરાય છે..જાણું છું..
પણ....
એ મને ક્યાં સમજાય છે !!!?😊

➡ નદીના વહેણમાં કૂદકો લગાવતા મજા આવી જાય છે,
         પણ એ વહેણનું જોર આપણનેય ખેંચી જાય છે.. જાણું છું..
પણ...
એ મને ક્યાં સમજાય છે !!!?😊

 ➡   સમુંદરમાં ભરતી ટાણે પાણી આગળ વધે છે અને
          ઓટ આવતા અંદર પાછું વળી જાય છે .. જાણું છું .. 
પણ...
એ મને ક્યાં સમજાય છે !!!?😊

 ➡    લગન સમયે વર-વધુ ના છેડા એક થાય છે પછી જ્યારે 
             ઝઘડો-કંકાસ થાય તો છેડા છુટાં થઈ જાય છે જાણું છું.. 
પણ..
એ મને ક્યાં સમજાય છે !!!?😊

➡     આંખોમાં પાણી આવતા એકલતા અનુભવાય છે 
છતાં પણ ખુશી ના ટાણે સૌની સાથે મલકાઈ જવાય છે.. જાણું છું..
પણ...
                            એ મને ક્યાં સમજાય છે !!!?😊

             ➡    ખુદ ની આવડતથી સોંપાયેલુ કામ
સરળતાથી પૂરું પડાય છે જાણું છુ.. 
પણ
એ મને ક્યાં સમજાય છે !!!?😊

          ➡            સમજાય છે બધુંજ પણ 
કોઈનો ખાલીપો ભરવા નાસમજ થઈ જવાય છે.. એ પણ જાણું છું.. પણ
એ મને ક્યાં સમજાય છે !!!?😊

           
     ✔☞     ઘણી વાર આપણે જીવનમાં આ રીતનો જ કંઈક નાસમજ થવાનો પ્રયત્ન કર્યો જ હશે કેમકે નાહકની ચર્ચા મા ઉતર્યા વગર થોડા નાસમજ બની જવું સારું , 
    ☞😂      હું જાણું જ છું કે તમે આ પૂરું નહીં વાંચો ફાલતુ ચર્ચા કોણ વાંચે એમ વિચારી જતું જ કરવાના પણ મારે તો તમારા સુધી મારા વિચારો પહોચાડવા છે એટલે હું થોડુંક તો કહીશ જ .

     😎  ભલે આપણને બધીજ સમજ હોય છતાં આપણે નાસમજ થઈએ જ છીએ. આ નાસમજ થવાથી સામેવાળાને દુઃખ પણ નથી થાતુ અને વાતને સરળતાથી પતાવી શકાય છે. કોઈ વાર મજા આપણને સજા આપશે એ જાણવા છતાં નાસમજ બની મજા પણ કરીએ છીએ અને સજાનો ભોગ પણ ક્યારેક થઇએ છીએ , આ નાસમજ થાવું એ કોઈ વાર સજા પણ આપે છે અને કોઈ વાર સામેવાળાનો ખાલીપો દૂર કરવામાં સહાયક પણ બની શકે છે . 
      ⏩✔    તો આવીજ કવિતા તથા લેખો લઇને આવતો રહીશ સાથે સંકેત વ્યાસ ના સૌને નમસ્કાર
Sanket vyas SK


  •  જય શ્રી કૃષ્ણા 

"જેમનુ સ્મરણ કરવાથી પાપો નાશ પામે છે  એમનું નામ હરિ છે "                  ⏩   અત્યારની દુનિયા માં જે સુખી છે તે સુખી થતા જ રહ...