Wikipedia

Search results

Saturday, 9 December 2017

ભૂત બનવું છે..... 😱😱😱😇😘



ભૂત બનવું છે....
.
.
.
💀👻 ...................આ કવિતા દ્વારા ભૂત બનવાની ઈચ્છા થતી હોય એવું જાણ થતું હશે પરંતુ આ ભૂત બનીને ડરાવવા માટેનો વિચાર નથી પ્રગટ્યો પરંતુ શબ્દો સ્વરૂપે વહેતો રહે એવા ભૂત બનવાનો વિચાર પ્રગટ્યો છે . હકીકતમાં તો ભૂત-પ્રેત એવું બધું તો હું નથી માનતો પણ કોઈકે કહ્યું છે કે "દુનિયામાં જેમ સારું છે એમ દુનિયામાં કંઈક ખરાબ પણ છે".
એજ રીતે હું પણ કહું છું કે "ભગવાન છે તો ભૂત પણ હશે" તો આ રીત ના વિચાર ના કારણથી કાવ્ય સ્વરૂપે ભૂત બનવાનો વિચાર પ્રગટ થયો છે. એ બહાને સારા વિચારો સૌ સમક્ષ રજૂ કરવા કોશીશ કરતા રહેવું છે અને એ માટે કાવ્યના શબ્દો માં કંઈક અલગ જ સારા શબ્દો લખ્યા કરવા છે.
એ માટે જ
"લેખ સ્વરૂપે જીવવું છે અને લેખ સ્વરૂપે જ મરવું છે
-બધાંજ કવિઓ અને સાહિત્યકારો ના શબ્દો માં ભૂત સ્વરૂપે વહેતા રહેવું છે."

☠-> તો લેખક રુપી ભૂતની કવિતા દ્વારા એ ભૂતનાં ઊંડાણમાં ફસાયેલા શબ્દો માં નજર માંડીએ...
                                                                   
⏮⏸⏭
🔜 अगर में ભૂત બનું
            તો હે પ્રભુ 
કાવ્ય સ્વરૂપે કાગળમાં રહું 
હાથમાં પ્રેમ લઈને હું 
શબ્દ-વિલાસે વહેતો રહું 

✔ બધાંની પ્રેરણા રુપે વહું
બસ એજ રીતે હું મરું

इतना तु करना स्वामी
मेरे प्राण कागज़ से निकले 


✅ શબ્દો-શબ્દો ને ગોઠવું
અજ્ઞાની ને જ્ઞાન પોઠવું 

✔ હારેલાને ફરી ઊભા કરું 
એમના માં એવો પ્રાણ ભરું 

🔜 સહેજ જો હું માંદો પડું 😓
બીજા ઘણાં વિચાર લખું 

इतना तु करना स्वामी 
मेरे प्राण कागज़ से निकले 

✒દુનિયાભર માં એ લેખ વહે
બધાંજ લોકો એ વાંચતા રહે

વાંચીને એ પણ સમજતા રહે
મારા હાથે એવા લેખ વહે 

✔ યોગ્ય સમજીને બરોબર 
સમજતા રહે વાંચતા રહે 
લેખકો પણ સમજતા રહે લખેલા એ લેખ મારા...

〰️ લેખ રહે, વિચાર રહે 
સાથે સાચી સમજ વહે

इतना तु करना स्वामी 
मेरे प्राण कागज़ से निकले 


✒સાચું કરું, લખું ઘણું કે✅✅
ઘણા મોટા વિચાર કરું 🤔

🔜ભૂલ કરું તો સજા દે મુને 
એ વાતે જરાક શમન તો કરું 
કે કાવ્ય માથી લેખો કરું 


✒કવિના આ સોગંદ છે તને
આ બધું કરતો રહું 

✔ લખતો રહું ને લખ્યા જ કરું 
એજ રીતે હું જીવું ને એજ રીતે હું મરું 

इतना तु करना स्वामी 
मेरे प्राण कागज़ से निकले ✒
Sanket Vyas Sk


1 comment:

"જેમનુ સ્મરણ કરવાથી પાપો નાશ પામે છે  એમનું નામ હરિ છે "                  ⏩   અત્યારની દુનિયા માં જે સુખી છે તે સુખી થતા જ રહ...